તારી મારી વચ્ચે છે તે અંતર સારું

DGimage14
તારી મારી વચ્ચે છે તે અંતર સારું

અંતરથી અંતર લાગે છે સૌને પ્યારું

હોય અતિશય પાસે જોવું મુખડું મુશ્કેલ,
પણ લાગે નયનો વચ્ચેનું અંતર ન્યારું

દીર્ઘ શીયાળા બાદ ફૂટ્યા અંકૂર મજાના
એ અંકુરથી ખુશ્બુના અંતર પર વારુ

આકાશી ગોખે તું રહેજે તારક થઈને,
તને ન નડશે અમાસનું કાળું અંધારું

કરમાં કર દીધા તા કોમળ ભાવી જોવા
હાક દઈ આનંદથી તવ નામ પોકારું

હી હી હી ખી ખી ખી કરતા ભક્તો તારા
રાખીશ નહિ અંતર તો જાશે ગુરુપદ તારું

વ્યક્તિગત ઘટના પુરતો કઈ પ્રેમ સીમિત ના
વ્યક્તિત્વ વિસ્તરશે છૂટશે તારું મારું

એક બીજાના દિલમાં ભળતા દ્વૈત ઓગળે
હું એવા અદ્વૈત ઉપર તન મન ઓવારું
-દિલીપ ગજજર

31.03.14 લેસ્ટર

Image by DGajjar

 

3 thoughts on “તારી મારી વચ્ચે છે તે અંતર સારું

 1. ખુબજ ઉમદા રચના આપે આપી છે હી હી। ….કરતા ભક્તો તારા રાખીશ નહિ……એકદમ સાચી વાત છે ચમચાગીરી કરનારા ક્યારેય હિતકારક નથી હોતા ખુબ ખુબ આભાર સહ
  ભારત માં ઈલેકસન માં રસ લેતા
  કોમેટ મોડી કરવા બદલ માફી

 2. દીર્ઘ શીયાળા બાદ ફૂટ્યા અંકૂર મજાના
  એ અંકુરથી ખુશ્બુના અંતર પર વારુ

  આકાશી ગોખે તું રહેજે તારક થઈને,
  તને ન નડશે અમાસનું કાળું અંધારું

  વ્યક્તિગત ઘટના પુરતો કઈ પ્રેમ સીમિત ના
  વ્યક્તિત્વ વિસ્તરશે છૂટશે તારું મારું
  …………………..
  શ્રી દિલીપભાઈ

  આફરીન થઈ જવાય ..એવા આ શેર માટે ખોબલે અભિનંદન. કેટલા હળવા થઈ..આપે અગોચર સાથે તાર જોડ્યા હશે કે આવા સુંદર વિચારો સ્ફૂર્યા…માણ્યા જ કરીએ.

  એકાદ માસથી ઈ મેલ હૅકરની ટ્રબલ સૌને પજવી રહી છે..ઈનકમીંગ બંધ છે, તેથી આ ઈ મેલનો ઉપયોગ કરશોજી.આપના ઈ મેલ પર ડીલીવરી થતી નથી..બદલાયા હશે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s