गणनायकाय गणदैवताय,

Voca cover and track, recording and digitally  mastered by Dilip Gajjar

original music and composition by Shankar Mahadevan.

गणनायकाय गणदैवताय, गणाध्यक्षाय धीमहि 

गुण शरीराय गुण मंडिताय, गुणेशानाय धीमहि 

गुणातीताय, गुणाधीशाय, गुण प्रविष्ठाय धीमहि
एक दंताय, वक्रतुंडाय, गौरीतनयाय धीमहि
गजेशानाय, भाल चन्द्राय, श्रीगणेशाय धीमहि

गान चतुराय गान प्रानाय, गानान्तरात्मने
गानोत्सुकाय गानात्मनाय, गानोत्सुकमनसे
गुरुपूजीताय, गुरुदैवताय, गुरुकुलध्वाइने
गुरुविक्रमाय गुह्यप्रवराय गुरुवे गुणगुरुवे
गुरुदैत्येकलछेत्रे गुरुधर्म सदा राध्याय
गुरुपुत्रपरित्राते गुरुपाखंड खंडकाय
गीत साराय, गीततत्वाय, गीत गोत्राय धीमहि
गूढ़ गुल्फाय गंधमत्ताय गोजयप्रदाय धीमहि

ग्रंथगीताय ग्रंथगेयाय ग्रंथान्तरात्मने
गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटले
गेय चरिताय गाय गवराय गन्धर्वभिकृते
गायगाधीन विग्रहाय गंगाजल प्रणयवते
गौरीस्तनंदनाय गौरीह्रदयनंदनाय
गौरीभानुसुताय, गौरी गणेश्वराय
गौरी प्रणयाय गौरी प्रवणाय, गौरभावाय धीमहि
गौ सहस्राय, गोवर्धनाय, गोपगोपाय धीमहि
*******

ડો. બળવંત જાની સાથે,…બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા

withBJani

મિત્રો, આપણી ગરવી ગુર્જરી માટે હાલ જ એક ગૌરવવંતી ઘટના બની ગઈ જે આપની સાથે શેર કરું છું. તાજેતરમાં જ ભારત થી આવેલા ડો. બળવંત જાની સાથે તેમના ત્રણ પુસ્તકોના વિમોચન અને મુશાયરા પ્રસંગે ભાગ લેવા બાટલી યોર્કશાયરમાં મળવાનું થયેલ.આ સંપાદન કાર્ય કરતા માહિતિ એકઠી કરતાં તેઓને પાંચ વરસ લાગ્યા છે ! આ સંમેલન માં વિમોચન બાદ મુશાયરો હતો જેમા મને તથા બાવીશ જેટલા કવિઓને પોતાની મૌલિક કૃતિ ગુજરાતીમાં રજુ કરવાની તક સાંપડેલી ઉપરાંત પંદરમી ઓગષ્ટના અનુસંધાને પ્રાસંગિક ‘શિર સાટે સોગંધ અમારા પાવન યમુના ગંગા’ શ્રી રમેશભાઈ પટૅલ રચિત ગીત પણ ગાયેલું.

૧.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા

૨.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા વાર્તાધારા

૩.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા નિબંધધારા

ભારતમાં રહી તેઓએ યુ.કેના સર્જકોની વિગતવાર માહિતિ મેળવી એક દસ્તાવેજ રુપી જ અભૂતપૂર્વ ઐતિહાસિક પ્રકાશનર્ય કર્યું છે.સીત્તેરથી વધારે કવિઓની કવિતાઓ તેમના પ્રકાશન તથા સરનામા સાથે વિગત પુરી પાડી છે.આ કાર્ય માટે યુ.કેના સર્વ સર્જકો તેમના માટે રુણી રહેશે તેમાં શંકા નથી.

જેમાં મારી પણ કવિતાઓ છે તે ખુબ જ ખુશીની વાત છે. મારા પ્રથમ પ્રકાશિત સંગ્રહ ‘ વનમાં વિહરતાં ધીમે ધીમે ?’ માં થી અમે યુવાનીમાં…અને સ્નોવર્ષાની વેળાએ..કવિતાઓનો સમાવેશ તેમના પુસ્તકમાં કર્યો છે. -Dilip Gajjar,Leicester UK

Photo_12Photo_64

ભક્તિભાવના ઝરણાં

BBZ2

 

આત્મિય ચન્દ્રવદનભાઈના તેમના સીત્તેરમાં વર્ષ નિમિત્તે પ્રકાશિત “ભક્તિભાવના ઝરણાં” પુસ્તકમાં તેઓએ ૧૬૦ જેટલા ભક્તિ અને અધ્યાત્મ સભર કાવ્યો રજુ કર્યા છે. ઉપરાંત આ પ્રકાશન ની વિષેષતા એ છે કે રચનાઓ શબ્સસઃ ગુજરાતી અંગ્રેજીમાં ટાઈપ કરી તેનો ભાવાર્થ પણ તેઓએ ટૂંકમાં સમજાવ્યો છે. અને ખાસ તો આ પુસ્તકનો ઉચ્ચ હેતુ જે ગુજરાતી ભાષા સાચવવાનો છે તે બહુ મહત્વની વાત છે. તેમની દિકરીઓ આ ગુજરાતી રચના સમજી સ્ગકે માટે તેઓએ સ્વયં ભાષાંતર કરી પ્રકાશિત કરી છે. મને આનંદ એ વાતનો છે કે આ પુસ્તકનું દીઝાઈન ટાઈપસેટીંગ્સ અને પ્રીંન્ટીગ કાર્ય કરવાનો મોકો તેમને આપ્યો. તે માટે હું તેમનો આભારી રહીશ..ઉદાર હ્રુદયે તેમને મને ૩૦ જેટલા પુસ્તકો આપ્યા છે તે યોગ્ય વ્યક્તિઓને ભેટ આપનાનો પ્રયત્ન કરીશ.તેમના આ સંગ્રહને અંતઃકરણપૂર્વક આવકારું છું અને આપની સમક્ષ તેમાં જે સ્વરચિત મુક્તકો છે તે રજુ કરું છું

 

 

સરળ ને સાફ અંતર થી વહે છે ભાવના ઝરણાં

કરે પાવન પ્રેરક સૌના દિલ સદભાવના ઝરણાં

નહીં પહોંચી શકે જ્યા શબ્દ વાણી બુધ્ધિચાતૂર્ય

વહાવે ચન્દ્રવદન પ્રિત્યાર્થે ભક્તિભાવના ઝરણાં

*******

દિકરીઓ ચાર સંસારે ઊછળતાં વ્હાલનો દરિયો

કમુ ને ચન્દ્ર વદને ભાવ કેરી ભરતી લાવે છે

સીમાઓ દેશની કે કાળ ની નથી જેને કદી નડતી,

સતત નિસ્વાર્થ વારિ વ્હાલનાં જગમાં વહાવે છે>

*******

હરિવર સાથે હૈયાં જોડી છોડી સઘળી માયા

હૈયાને ઉંડાણે પ્રગટ્યાં ભક્તિભાવના ઝરણાં

મારી શક્તિ ભક્તિ તારી ભવસાગરની નૌકા,

પાર કરી દે શ્વાસોચ્છ્વાસે નામ સ્મરણની રટણાં

*******

-દિલીપ ગજજર. લેસ્ટર