ડો. બળવંત જાની સાથે,…બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા

withBJani

મિત્રો, આપણી ગરવી ગુર્જરી માટે હાલ જ એક ગૌરવવંતી ઘટના બની ગઈ જે આપની સાથે શેર કરું છું. તાજેતરમાં જ ભારત થી આવેલા ડો. બળવંત જાની સાથે તેમના ત્રણ પુસ્તકોના વિમોચન અને મુશાયરા પ્રસંગે ભાગ લેવા બાટલી યોર્કશાયરમાં મળવાનું થયેલ.આ સંપાદન કાર્ય કરતા માહિતિ એકઠી કરતાં તેઓને પાંચ વરસ લાગ્યા છે ! આ સંમેલન માં વિમોચન બાદ મુશાયરો હતો જેમા મને તથા બાવીશ જેટલા કવિઓને પોતાની મૌલિક કૃતિ ગુજરાતીમાં રજુ કરવાની તક સાંપડેલી ઉપરાંત પંદરમી ઓગષ્ટના અનુસંધાને પ્રાસંગિક ‘શિર સાટે સોગંધ અમારા પાવન યમુના ગંગા’ શ્રી રમેશભાઈ પટૅલ રચિત ગીત પણ ગાયેલું.

૧.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા

૨.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા વાર્તાધારા

૩.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા નિબંધધારા

ભારતમાં રહી તેઓએ યુ.કેના સર્જકોની વિગતવાર માહિતિ મેળવી એક દસ્તાવેજ રુપી જ અભૂતપૂર્વ ઐતિહાસિક પ્રકાશનર્ય કર્યું છે.સીત્તેરથી વધારે કવિઓની કવિતાઓ તેમના પ્રકાશન તથા સરનામા સાથે વિગત પુરી પાડી છે.આ કાર્ય માટે યુ.કેના સર્વ સર્જકો તેમના માટે રુણી રહેશે તેમાં શંકા નથી.

જેમાં મારી પણ કવિતાઓ છે તે ખુબ જ ખુશીની વાત છે. મારા પ્રથમ પ્રકાશિત સંગ્રહ ‘ વનમાં વિહરતાં ધીમે ધીમે ?’ માં થી અમે યુવાનીમાં…અને સ્નોવર્ષાની વેળાએ..કવિતાઓનો સમાવેશ તેમના પુસ્તકમાં કર્યો છે. -Dilip Gajjar,Leicester UK

Photo_12Photo_64

11 thoughts on “ડો. બળવંત જાની સાથે,…બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા

 1. ખુબ ખુબ અભિનંદન સરસ માહિતી આપે આપી છે આદરણીય શ્રી બલાવાનભાઈ જાની આપના ગુજરાતીયો નું ગર્વ છે વંદન તેમને સુભેછા સહ

   • આપ હમેશા ખુબ જ સરસ સાહિત્ય પીરસો છો હું પણ જેટલું શીક્યો છું તે માં તમારો મહત્વ નો જ ભાગ છે ફેસબુક માં પણ લોકો સારી વાત જાણે તે માટે તમારી પોસ્ટ હમેશા શેર કરું છું સાહિત્ય નો સંગમ મારા ફેસ બુક ના યુવા ભાઈ બહેન ને આપવા થી જ તેઓ માં સારા વિચારો આવે અને દેશ માટે કુટુંબ માટે સારું વિચારે એતે જ મારો ઉદેશ્ય છે બાકી 21 મી સદી માં યુવાનો ને સારો રસ્તો ન્બતાવ્યે તો ખુબ જ હેરાનગતિ થાય જ. શુભેછા સહ..આપ નો ખુબ ખુબ આભાર।

 2. શ્રી દિલીપભાઈ..

  જય યોગેશ્વર

  હમણાં બે દિવસ પહેલાં જ આપના વિશે શ્રી દાવડા સાહેબનો ફોન આવતાં વાત થઈ. યુ.કે. ને યુ.એસ.થી આફ્રિકા સુંધીનો નાતો,એક વતન પ્રેમીએ કેવા ઉમળકાથી, એક ગીત દ્વારા બાંધી દીધો છે, તે ગોષ્ઠીમાં અમે

  માણ્યું.આપના થકી સ્વરમાં સપ્ત ખંડે ગુંજતું, રાષ્ટ્રભાવનાનું ગીત..શીર સાટે સૌગંધ અમારા…યુ એસ.એમાં પણ ફંક્શનોમાં મોટા સ્ક્રીન પર, આપના વીડીઓ થકી પ્લે થાય ત્યારે..તાળીઓનો ગડગડાટ થાય છે… એના સાક્ષી થતાં ખૂબ જ ગૌરવ સાથે આનંદ થાય છે.આપના અને રોશનીબેનના મધુર કંઠે ગવાતી એ પંક્તિઓ, સૌને હોઠે રમતી થઈ જાય છે..સુંદર હલક સાથે સંગીતમાં ઢાળી, મારા આ ગીતને આપે સુંદર વીડીઓ થકી અંકીત કરી બહુમાન દીધું છે, તે સંભારણું સદાય આપની યાદ દેશે.

  થોડા અંગત રોકાણોને લીધે, નેટ મિત્રોના સાનિધ્યમાં ઓટ આવી છે, તો દરગુજર કરશો, પણ આજે જ આપના બ્લોગ પર , આપના તાજગી ભર્યા ફોટા, પ્રકૃતિ પ્રેમીની તાજગી જેવા જ લાગ્યા. આદરણીય શ્રી બળવંતભાઈ જાની,ઍટલે સાચે જ સાહિત્યના ઉપવનના રખેવાળ. માતૃભાષાને જ્યાં ખીલતી ભાળે, પવન થઈ સૌરભ પ્રસરાવવા માંડે.પાંચ પાંચ વરસના ધીરજ સાથે, મનનીય પુસ્તકો એ સાહિત્યિક થાપણ બની જશે એ નક્કી.કવિ મિત્રોએ પણ આ પ્રસંગે રસપાન કરાવ્યાના સમાચાર ખૂબ જ ગમ્યા..માતૃભાષાને માણવી એ એક લ્હાવો છે….સૌને અભિનંદન.

  ડૉશ્રી ચંદ્રવદનભાઈની ભાવપૂર્ણ રચનાઓને આપે સુંદર મુખપૃષ્ઠથી સજાવી પ્રકાશન કર્યું છે…આ ખુશીના સમાચારને આનંદ વધામણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • શ્રી રમેશભાઈ, આપના પ્રતિભાવથી ખુજ જ ખુશી થઇ..આપના ગીતો જ્યાં તક મળે ત્યાં રજુ કરવા મૂડી સમાન છે। ..સાચે જ વિદેશમાં રહી આપણને ભાષા પ્રત્યે કઈ સાથે કર્યાનો સંતોષ છે। .દુર દુર રહી પણ આ માધ્યમ સાર્થક નીવડ્યું।
   આજે જ ગણેશ સ્તુતી રજુ કરી છે અનુકુલા સમયમાં સાંભળજો।..સંગીત સાધના જારી જ છે। ..બલ્વામ્તાભાઈ કાલે યુ કે થી ભારત રવાના થશે તેમની સાથે બે દિવસ ગુજારવા મળ્યા।

 3. તમારા બધા કરતા ઉંમરમાં ઘણી નાની (25 ) અને અગાઉના અસાઇનમેન્ટમાં (વોડાફોન) સાહેબોનેય ઉઘાડછટ જવાબો દઈ આવી છું. ભાષા પ્રેમે M.Tech અને MBA પછીની ભારે પગાર વાળી નોકરી છોડાવી છે. આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( અમારા પાંચનું સહિયારું યુવા સાહસ , FMS , Delhi અને BITS Pilani ના છોકરાવ ) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ( ન કેવળ ગુજરાતી તમામ ભારતીય ભાષા માંધાતાઓને ) એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક વાંચન માટે મુકેલ છે . બ્લોગર્સના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણકરીએ છીએ. તદુપરાંત આ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી શક્ય છે. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ.

  http://www.pratilipi.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s