નયનોના દીપક…

dipjyoti

તન્હા…કાવ્ય
કયા નયનોના દીપક પ્રીત પ્રગટાવે જરા જોજો
કયા નયનો ઘૃણા નફરત  ને ફેલાવે જરા જોજો
કયા નયનો કરી કામણ ને લલચાવે જરા જોજો
કયા  નયનો  કરુણા  ધોધ  વરસાવે જરા જોજો
કયા નયનો સખાનો સ્નેહ છલકાવે જરા જોજો
કયા નયનો અગન અંગાર સળગાવે જરા જોજો
કયા  નયનો જીવન અંકૂર વિકસાવે જરા  જોજો
કયા નયનો અમી વાત્સલ્ય પ્રસરાવે જરા જોજો
કયા  નયનો ધરમના ભેદ ભરમાવે જરા  જોજો
કયા નયનો  પ્રભુ ભક્તિ વહેવડાવે  જરા  જોજો
કયા  નયનો  છૂરી પીઠે જ  હુલાવે જરા  જોજો
કયા નયનોમાં સાક્ષિભાવ ફકત આવે જરા જોજો
કયા  નયનો  સહુનું   હિત  દર્શાવે  જરા  જોજો
-દિલીપ ગજજર

Posted in અવર્ગીકૃત | 4 Replies