નયનોના દીપક…

dipjyoti

તન્હા…કાવ્ય
કયા નયનોના દીપક પ્રીત પ્રગટાવે જરા જોજો
કયા નયનો ઘૃણા નફરત  ને ફેલાવે જરા જોજો
કયા નયનો કરી કામણ ને લલચાવે જરા જોજો
કયા  નયનો  કરુણા  ધોધ  વરસાવે જરા જોજો
કયા નયનો સખાનો સ્નેહ છલકાવે જરા જોજો
કયા નયનો અગન અંગાર સળગાવે જરા જોજો
કયા  નયનો જીવન અંકૂર વિકસાવે જરા  જોજો
કયા નયનો અમી વાત્સલ્ય પ્રસરાવે જરા જોજો
કયા  નયનો ધરમના ભેદ ભરમાવે જરા  જોજો
કયા નયનો  પ્રભુ ભક્તિ વહેવડાવે  જરા  જોજો
કયા  નયનો  છૂરી પીઠે જ  હુલાવે જરા  જોજો
કયા નયનોમાં સાક્ષિભાવ ફકત આવે જરા જોજો
કયા  નયનો  સહુનું   હિત  દર્શાવે  જરા  જોજો
-દિલીપ ગજજર

Advertisements

4 thoughts on “નયનોના દીપક…

  1. ખુબજ સારી રચના આપે પીરસી છે કયા નયનો સહુ નું હિત દર્શાવે જરા જો જો વિશ્વ ના માનવ ને આજ નયનો ની જરૂર છે શુભેછા સહ આભાર

  2. શ્રી દિલીપભાઈ

    નૂતન વર્ષે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ગઝલ ને ગીત સાથે એક કુશળ તત્ત્વ ચીંતકની આપની છાપ, વધુ ને વધુ બલવત્તર બને એવી શુભ ભાવના.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s