વર્ષ તેર કે ચૌદ ને પંદર

પ્રિય ્સર્જક મિત્રોને નવ વર્ષની શુભેચ્છા સહ

14-15muktak2

વર્ષ તેર  કે ચૌદ ને પંદર

કાલચક્ર ફરતું નિરંતર

પળ પળ હરપલ જાગૃત રહીને

સાધી લેવું સમયની અંદર

અહીથી અહી સુધી જાવું છે

કાપુ હર અંતરનું અંતર

પ્રત્યક્ષ એક જ સૂરજદેવ

અન્ય તો પથ્થરના મંદર

સંશય નિશ્ચિત મારક વિષ છે

પ્યાર જ કેવળ તારક મંતર

જીવન કર્મોનો સરવાળૉ

ના ચાલે કંઈ જાદુમંતર

દઈ શકું તેવું ધન પામ્યા ?

આપનારનું જીવન સુંદર

દેશ કાળ સીમાથી પર છે

આતમનો સંગાથ અનન્તર

-દિલીપ ગજજર.

6 thoughts on “વર્ષ તેર કે ચૌદ ને પંદર

  1. ખુબ સરસ સજાવીને આપે કર્યું છે સજ્જ ભલું રે આંગણું
    રોકવા આવ્યા હતા દિવસ એક ને રોકાવાઈ ગયું બમણું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s