પ્રેમની એક નજર જોઈએ

DSCF0078

પ્રિય મિત્રો, આપણી સમક્ષ એક ગઝલ તસ્વીર સાથે રજુ કરું છું આશા છે ગમશે

સાગરો માં સમાઈ જવા એક નદી સમ સફર જોઈએ
જિંદગીની  સફર  માણવા  રાહમાં  હમસફર જોઈએ

પ્રેમ ઓછો નથી જાણવા પ્રેમની એક નજર જોઈએ
પાત્ર  કુપાત્ર જોતો નથી  બસ હૃદય તરબતર જોઈએ

પારકા લઇ ઉછીના સ્તવન યંત્રવત કંઈ ખુશામત કરે
વાણી કે માંગણી  બુદ્ધિથી છે  પરે તે અસર જોઈએ

મંદિરો  મસ્જીદો ચર્ચના  લેબલોના  ભરમ હોય ના,
માત્ર સામ્રાજ્ય હો પ્રેમનું એક અનોખું નગર જોઈએ

શોધતા અન્યના જે દિલે સુક્કા રણમાં ભટકતા રહે,
સ્નેહવર્ષા   કરે  અંતરે   ભાવભીની   કદર  જોઈએ 

નામ ને રૂપ તેના હજાર શબ્દ સર્જન પણ તેના હજાર
ચેતના ચોતરફ  વિસ્તરે સ્નેહ  સરહદની પર  જોઈએ 

દીર્ઘ લાંબા શિયાળા સમી જિંદગીની કહાની દિલીપ
એક  ટૂંકી  ગઝલ  ગુફત્ગુ   જેમ  ટૂંકી બહર  જોઈએ

-દિલીપ ગજજર

14 thoughts on “પ્રેમની એક નજર જોઈએ

 1. સાગરો માં સમાઈ જવા એક નદી સમ સફર….

  પ્રેમ ઓછો નથી જાણવા પ્રેમની એક નજર……….

  વાણી કે માંગણી બુદ્ધિથી છે પરે તે અસર………

  સ્નેહવર્ષા કરે અંતરે ભાવભીની કદર……..

  એક ટૂંકી ગઝલ ગુફત્ગુ જેમ………….

  -દિલીપ ગજજર
  Dilipbhai,
  Nice Gazal Post.
  I chose some “words” from it.
  Abhinandan !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ my Blog !

 2. શોધતા અન્યના જે દિલે સુક્કા રણમાં ભટકતા રહે,
  સ્નેહવર્ષા કરે અંતરે ભાવભીની કદર જોઈએ
  પ્રેમ ઓછો નથી જાણવા પ્રેમની એક નજર જોઈએ
  પાત્ર કુપાત્ર જોતો નથી બસ હૃદય તરબતર જોઈએ … v v v nice ..

 3. સ્નેહવર્ષા કરે અંતરે ભાવભીની કદર જોઈએ
  શ્રી દિલીપભાઈ…ગઝલમાં અનેક ભાવોને ગુંથી લીધા છે…એક આગવી ભાત પાડી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. પ્રેમની વાત…થી….. સાવ નાની વાત, સુધીના કાવ્યોનો રસાસ્વાદ કરીને આનંદ થયો. તમારી કુશળતાનું પ્રમાણ આ પાનાઓ પર દેખાય છે.
  શુભેચ્છા સાથ, સરયૂ

 5. નમસ્કાર સરયુજી..આપના પ્રોત્સાહક પ્રતિભાવથી આનંદ…આપ બ્લોગ પર પધાર્યા તે બદલ પણ આભારી છું…આપના બ્લોગ પર પેઈન્ટીગ્સ અને કવિતાઓ માનવી ગમે છે.

 6. સ્નેહાળ હૃદયની ગુહ્યતમ earnest desire કે જે સર્વત્ર બસ એક શુધ્ધ, સાત્વિક અને બિનસ્વાર્થી પ્રેમ શોધતી હોય, તેવી ઉત્કટ ઇચ્છા જ આ શબ્દો ગૂંથવા દોરી જાય..અભિનંદન દિલીપભાઇ.. આપના સ્નેહાળ હૃદયને … Love is God.

  મંદિરો મસ્જીદો ચર્ચના લેબલોના ભરમ હોય ના,
  માત્ર સામ્રાજ્ય હો પ્રેમનું એક અનોખું નગર જોઈએ

  શોધતા અન્યના જે દિલે સુક્કા રણમાં ભટકતા રહે,
  સ્નેહવર્ષા કરે અંતરે ભાવભીની કદર જોઈએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s