તાજેતર માં જ લેસ્ટરના કર્વ થિયેટરમાં શ્રુતિ આયોજિત ‘મેઘદૂત’ શો થયો, આ શો માં માર્ચ થી મે માસ સુધી આસિત દેસાઇ આલાપ દેસાઈ અને હેમા દેસાઈ ગાયકો સાથે સેમી ક્લાસિકલ ગાયનની મેઘદૂત પ્રસ્તુતી માટે તાલિમ લેવાનો મોકો મળ્યો….મેઘદૂત શો થયા પછી તે વિષે…આશિતભાઈ એ લખાણ મોકલ્યું તે રજુ કરું છું….
લેસ્ટરમાં મેઘદૂત પ્રસ્તુિત
”આષાઢસ્ય પ્રથમ દિવસે”…ના નાદ સાથે લેસ્ટર સ્થિત શ્રુતિ આર્ટસ દ્વારા Curve Theatre માં મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ની પ્રસ્તુિત ભવ્ય રીતે થઇ.
શ્રુતિ આર્ટસ છેલ્લા ત્રણ દાયકાથી આપણી સંસ્કૃિતનું જતન અને સંવર્ધન કરી રહી છે. જેના મૂળમાં આપણા જાણીતા ગાયક-સંગીતકાર શ્રી ચંદુભાઈ મટાણી છે. મુંબઈથી ખાસ, ગાયક-સંગીતકાર બેલડી શ્રી આશિત ને હેમા દેસાઈ અને તેમના બહુમુખી-પ્રતિભાવાન સુપુત્ર આલાપ દેસાઈએ લેસ્ટર આવીને Local Talent ને તૈયાર કર્યા, જેમાં 35 ગાયકો, 11 Western Orchestra વાળા, તબલા, પખવાજ, સાઈડ રીધમ, 15 નૃત્યકારો, સંતૂર, ફલ્યુટ તથા મુંબઈથી આવેલા શ્રી અતુલ રાણીંગા (કી બોર્ડ), માનસકુમાર (વાયોલીન), ભગીરથ ભટ્ટ (સીતાર) આમ 65 જેટલા કલાકારોએ ‘મેઘદૂત’ની પ્રસ્તુિત કરી.
આશિત દેસાઈ અને આલાપ દેસાઈની સંગીતની સૂઝ અને અનુભવ દ્વારા શાસ્ત્રીય રાગો, જેમાં સરગમ, તરાના, ગીત બોલબાટ અને હિન્દી-સંસ્કૃત ને બંગાળી ગીતોની પ્રસ્તુિત કરી. શ્રુતિ આર્ટસ ના આર્ટિસ્ટીક ડાયરેક્ટર શ્રી યોગેશ જોષી એ Scripting બહુ જ સુંદર રીતે કર્યું અને એમના સહયોગીઓ પ્રિતિ મટાણી ,
રાજેન વેદ, પ્રદીપ ઉપાધ્યાય, પ્રતાપ રાણાવાયા એ મળીને ‘મેઘદૂત’ને એક રસપ્રદ વળાંક આપ્યો, જેમાં સોનામાં સુગંધ રૂપે દૃશ્ય-શ્રાવ્ય, પ્રકાશ આયોજનથી સ્ટેજ દીપી ઉઠતું હતું. પડદો ખુલતાની સાથે જ એક સરખા વસ્ત્ર પરિધાનમાં ઉભેલા કલાકારોને જોઇને જ કંઈક નવું જોવા સાંભળવા મળશે એવી આશા શ્રોતાઓમાં જાગી ગઈ.
Curve Theatre ની 900 એ 900 સીટો અઠવાડિયા પહેલાં જ House Full થઇ ગઈ હતી જે ગર્વ લેવા જેવી વાત છે. છેલ્લે લગભગ 5 થી 7 મીનીટ સુધી તાળીઓના ગડગડાટ સાથે Standing Ovation મળ્યું. આ દેશમાં આવી પ્રસ્તુિત માટે શાબાશીના હકદાર એવા શ્રુતિ આર્ટસ આશિત, હેમા, આલાપ, કલાકારો અને શ્રોતાઓને ગણી શકાય.
Khub khub abhinadan very great event…
Khuyb khub aabhar Bharatbhai.
I was there, it was ‘out of this world’ experience. Congratulations Dilipbhai
Thanks a lot Naynaben.