મિત્રો, આપણી ગરવી ગુર્જરી માટે હાલ જ એક ગૌરવવંતી ઘટના બની ગઈ જે આપની સાથે શેર કરું છું. તાજેતરમાં જ ભારત થી આવેલા ડો. બળવંત જાની સાથે તેમના ત્રણ પુસ્તકોના વિમોચન અને મુશાયરા પ્રસંગે ભાગ લેવા બાટલી યોર્કશાયરમાં મળવાનું થયેલ.આ સંપાદન કાર્ય કરતા માહિતિ એકઠી કરતાં તેઓને પાંચ વરસ લાગ્યા છે ! આ સંમેલન માં વિમોચન બાદ મુશાયરો હતો જેમા મને તથા બાવીશ જેટલા કવિઓને પોતાની મૌલિક કૃતિ ગુજરાતીમાં રજુ કરવાની તક સાંપડેલી ઉપરાંત પંદરમી ઓગષ્ટના અનુસંધાને પ્રાસંગિક ‘શિર સાટે સોગંધ અમારા પાવન યમુના ગંગા’ શ્રી રમેશભાઈ પટૅલ રચિત ગીત પણ ગાયેલું.
૧.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા
૨.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા વાર્તાધારા
૩.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા નિબંધધારા
ભારતમાં રહી તેઓએ યુ.કેના સર્જકોની વિગતવાર માહિતિ મેળવી એક દસ્તાવેજ રુપી જ અભૂતપૂર્વ ઐતિહાસિક પ્રકાશનર્ય કર્યું છે.સીત્તેરથી વધારે કવિઓની કવિતાઓ તેમના પ્રકાશન તથા સરનામા સાથે વિગત પુરી પાડી છે.આ કાર્ય માટે યુ.કેના સર્વ સર્જકો તેમના માટે રુણી રહેશે તેમાં શંકા નથી.
જેમાં મારી પણ કવિતાઓ છે તે ખુબ જ ખુશીની વાત છે. મારા પ્રથમ પ્રકાશિત સંગ્રહ ‘ વનમાં વિહરતાં ધીમે ધીમે ?’ માં થી અમે યુવાનીમાં…અને સ્નોવર્ષાની વેળાએ..કવિતાઓનો સમાવેશ તેમના પુસ્તકમાં કર્યો છે. -Dilip Gajjar,Leicester UK