બહુ ઓછા લોકો હસે ને હસાવે
મળે ચાર હાથો ને ચોષઠ ખિલાવે
પરાયા દુ;ખે સહુ હસી પણ ઉડાડે
કલાકાર ખુદપર હસીને હસાવે
દિવાળી ધૂળેટીના તહેવાર તો પણ
વગર વાંકે માતમ ઘણા જન મનાવે
સ્વયં સુધર્યા વિણ ઘણા જગ સુધારે
જાણે પાઠ પોપટ બીજાને ભણાવે
કોઈ જાદુ મંત્ર ને માથા ધૂણાવી
ભલા લોકને ઠગ તો મૂરખ બનાવે
રુદન જાણે કોઠે પડી ગયું છે એવું
કોઈ જો હસે લોક પાગલ ઠરાવે
જગત છોડી જાતાં રડે તે તો સમજ્યા
તરત જન્મતા છોરુને પણ રડાવે
ગ્રહો હસ્ત રેખા બતાવી દે જોષી
નડે ખુદ સ્વયંને તે ક્યાંથી બતાવે
કાકાનો કેકારવ કવિનો ગુંજારવ
દવા કાઠીયાવાડી દઈ દઈ હસાવે
મૂછો હોય તો હોય કાકાના જેવી !
મૂછો તે નકામી જે છોરા ડરાવે
જ્યાં અંતરનો વૈભવ કોઈ ના જુએ ત્યાં
‘દિલીપ’ શાયરી વિણ બીજું શું સુણાવે ?
દિલીપ ગજજર
ચિત્ર વિમલ જોશીનું છે અર્થાત કરસન કાકાના પાત્ર થી જાણીતા લેસ્ટરના ખુબ લાડીલા યુવાન કલાકાર છે