પ્રેમ-સહારો-ઈન્ટીગ્રેશન, by Siraj Patel

img_0401

પ્રેમ નૌકા,

પ્રેમ નૌકા, પ્રેમ સુકાની, પ્રેમ સાગર,  કિનારો

પ્રેમ  પર સૃષ્ટીનો  પાયો, પ્રેમ  ઈશ્વરને પ્યારો

પ્રેમ કુદરતનું સૌન્દર્ય પ્રેમ જાણે મોજોની ધારો

‘સિરાજ’ હોય શકે શું ! પારો એનો માપનારો


સહારો

પ્રેમને  જ્યારે વફા નો  સાથ   મળતો   જાય છે

સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે

બિન  સહારે ઝોલાં ખાતી ને હતી  અટવાયેલી

‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે


Integration

હવે  નફરતનું  આ  વાદળ  હટી  જાય  તો   સારું

પરસ્પર  એકતા  જેવું  હવે  જો   થાય  તો   સારું

તમે, ગોરા  કે કાળા,  એશિયન  કે  આફ્રિકન  હો

હરએકના લોહીનો રંગ લાલ છે   સમજાય તો સારું


સિરાજ પટેલ ‘પગુથનવી’

બોલ્ટન ના શાયર

Illustration is taken from Siraj Patel’s Recently Published Book ‘from London with Love’

Artwork & Graphics by Nargisbanu & Zainualabedin

સાપ્તાહિક ગઝલ-અદમ ટંકારવી

dscn0846_2

સાપ્તાહિક ગઝલ

સોમવારે પારણું બંધાય છે

બોખા દાદીમા બહુ હરખાય છે

ઘુઘરા વાગે છે મંગળવારના

ને પછી હાલરડું પુરું થાય છે

બુધવારે સોટી ચમચમ વાગતી

વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે

ને ગુરુવારે મળે રુમઝુમ પરી

શુક્રના પ્રભાતે ઉડી જાય છે 

થાક લાગે છે શનિવારે બહું

ને કબરમાં ટાંટિયા લંબાય છે

હા રવિવારે તો છુટ્ટી પાળીએ

ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે

-અદમ ટંકારવી


Adam Tankarvi(in Center) presenting gazal & conducting Mushaira, Launching book of Siraj patels  ‘ from London With Love’.

19th Octo. Bolton Tri-Lingual Mushaira ( Ahmad Gul on Left) Photo by Dilip Gajjar

પ્યાર જોવા દે

4574825taj-mahal-from-along-the-yamuna-river-at-dusk-india-posters

પ્યાર જોવા દે

સીલી મારી સજનીનો મને શણગાર જોવા દે

દમકતા તાજની છાયામાં એનો પ્યાર જોવા દે

તું સુંદરતમ છે અંતે તાજ પણ બોલી ઉઠ્યો આજે

ઝલક તારી નજાકતની તું વારંવાર જોવા દે

છબી લાવું નજરની સામે તારી કેટલી વેળા

છતાંયે દિલ મને કહે છે ફરી એકવાર જોવા દે 

છલકતાં જામની પેઠે ગઝલ ઉભરાય છે મારી

ગઝલનું રુપ ધારણ કરતા આ અશઆર જોવા દે

ક્ળી જાશે જગત ‘સિરાજ’ ના દિલની પરિસ્થિતિ

જરા તું એને મારો ભાવભીનો પ્યાર જોવા દે

િસરાજ પટેલ,બોલ્ટન

અશઆર=પંકિત, ક્ળી જાશે=સમજી જશે

from his recently published  book ‘from London With Love’

मधुर जिन्दगानी by Dilip Gajjar

img_4296

तुझे प्यार करना तेरा प्यार पाना यही िजन्दगानी

परम दिव्यताका मधुर गीत गाना यही जिन्दगानी

यहांकी हरेक चीज आनी है जानी और फानी है फीर भी

समन्दरमें गहरे मुझे डुब जाना यही जिन्दगानी

नजरको मिलाकर सभी गम भूलाकर ईसी पलमें जी लुं

नही सांसोका है कोई भी भरोसा यही जिन्दगानी

सभीकुछ अधुरा अलग था जहांमें मधुर अब सभीकुछ

िपयाके मिलनसे ना कुछ भी पुराना यही जिन्दगानी

चमनमें बहारे तो आती है जाती खुशी और खीजांकी

फूलोसे ही सीखा सदा मुस्कुराना यही जिन्दगानी

यहा भीड है फीर भी सूने नगरकी सीमा पार करके

समन्दरमें गहरे मुझे डुब जाना यह िजन्दगानी

मिला है जो बाहरसे बाहर रहेगा पडा धन रहेगा

भीतर झांक पा लु खुशीका खजाना यही िजन्दगानी

अजीबोगरीब सत मिले रास्तेमे नही ठुकराना

ना मजबुरीओको गलेसे लगाना यही जिन्दगानी

सृजनशीलता कम कभी हो न पाये तो संहार हो कम

जीवनमंच पर ही सदा छाये रहना यही जिन्दगानी

हो मानव्यनिर्झरसा सा जीवन तुम्हारा परम लक्षय पाने

है अवसर मिला यह ना यूही गवानां यही जिन्दगानी 

दिलीप गज्जर

ખુશી આવી ઘરમાં

        

        આ દિલમાં  ચમનમાં  યુ.કે.માં લેસ્ટરમાં          

ખુશી વ્યાપી કારણ ખુશી આવી ઘરમાં 

વસંતોના ફૂલો  કહે  છે હસીને

ખુશીનેા છે અવસર બધા છે અસરમાં 

છે અંતરમાં ઉત્સવ સહજ અસ્તિત્વનો

ભલે ખાલિપો વ્યાપ્યો સૂના શહેરમાં 

નહિ કંઈ ઉદાસી નથી કોઈ ટેન્શન

અજબનું છે વિસ્મય ખુશીની નજરમાં    

બદલતો ઋતુરાજ મેઘા ય ગરજે  

છતાં ફૂલ ખિલતાં જીવનની ડગરમાં

dilip gajjar

બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ

b17maartent1021

Welcome 2009

 

બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ 

ઉરમહીં  ઉમટે  ઉમંગો  હર્ષ નવ 

આઠ વિત્યુ  પાઠ  દઈને  ઠાઠથી 

નવજીવન આહ્વાન કર સંઘર્ષ નવ 

આવતું  જાતું  જગત  રોકાય  ના

અબઘડીમાં પામું પ્રેમલ સ્પર્શ નવ

સ્થીર  નવડો  નવને ઘડીએ  બ્રહ્મનો 

સત્યનો  ગુણાકાર છે  ઉત્કર્ષ  નવ 

ભેટ  સર્વોત્તમ  જીવનની સાચવો 

તારવો  વિચારથી     વિમર્શ   નવ 

પાપા પગલી ભરતાં શિખ્યો માનવી 

લાગે  ના બૂરી  નજરનું   કર્સ નવ 

આ ધરા પર દોસ્ત જીવવું હોય તો 

જૂલ્મીઓનો  કાઢવો  નિષ્કર્ષ નવ 

નિર્વિચારોની સમાધિ લે  િદલીપ 

શુદ્ધ મનથી તાજગી સહર્ષ  નવ 

 

દિલીપ ગજ્જર લેસ્ટર

Curse means a Cause of harm or Misery

કેટલાયે માનવો આવી ગયા by Dilip Gajjar

  

કેટલાયે   માનવો   આવી    ગયા 

ખૂબ  થોડા  જિન્દગી જીવી  ગયા 

ગામથી  તો  શ્હેરમાં જઈને વસ્યા 

શહેરથી   પરદેશમા  પ્હોચી  ગયા 

આમ  અમને  આ ધરા નાની પડી 

ચન્દ્ર  પર  ને   મંગળે  ઉડી  ગયા 

માનવીના  મન  સુધી તો ના ગયા 

ઈશને   પાડોશમાં    ચૂકી    ગયા 

ધ્યેય   વિનાની  ગતિથી   દોડતાં 

આખરે  પાછા  ઘરે  આવી  ગયા 

આવતા  ઘરમાં  જરા  મોડુ  થયું 

ક્યાં મને મૂકી દિલીપ, ચાલી ગયા


by dilip gajjar
from collection of gazal, Anterdeep