‘અનમોલ’ આલ્બમ !!!મધુરા સૂર અને સંગીત કવિના બોલ  લાવ્યા  છો,
તમે તો ગુર્જરીની ભેટ આ ‘અનમોલ’ લાવ્યા છો

કળા તેની સીમાએ જઈ ઈબાદત થઇ જતી તેની

કદર  ઓછી પડે  તેવી  કલાનો  તોલ લાવ્યા  છો

-દિલીપ ગજજર,

 રાધાની આંખનું આંસુ ! -શોભા જોશી રચિત કાવ્ય

 

મિત્રો આજે અમારા લેસ્ટર ના જાણીતા આને તેમાંય ખાસ તો સબરસ રેડિયોના લાડીલા શોભા જોશી રચિત કાવ્ય, રાધાની આંખનું આંસુ..આજે રજુ કરું છું અને તેઓ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના સાથે પ્રતિભાવ આપી વધાવીએ

કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

પ્રિય મિત્રો, લેસ્ટરના જાણીતા કવિ શ્રી વિનય કવિને તેમની વિદાયને એક વરસ થતા(1935-8th Jan.2009)કવિને અંજલિ પાઠવીએ, તેમની ગેરહાજરી કવિમીત્રોને ખુબ સાલતી હશે તેઓ જ્યારે સ્ટેજ પર યુવાનના ઉત્સાહથી ગઝલ કે હઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાજનોના દિલ હરી લેતાં અને ભરપૂર દાદ મેળવતા. તેમણે  સાહિત્ય જગતમાં તેમના ચાર કાવ્ય સંગ્રહ અને ્છ પુસ્તકો વાર્તા અને નાટકના સર્જી ગયા. ‘દિલ એટલે દર્દ’ તેમનો છેલ્લો ગઝલ અને હઝલ સંગ્રહ હતો. પ્રત્યેક પુસ્તક પ્રગટ કરતા સમયે તેઓ લોન્ચીંગ વખતે મુશાયરો કરતા અને કવિમિત્રોને સારો એવો પુરસ્કાર આપી  આખી મહેફીલને જમાડતા, મફતિયાવૃત્તિ ધરાવતા ગુજરાતીઓમાં પુસ્તક બહુ વેચાતા નહિ છતાં પોતે વેચાયેલા પુસ્તકની રકમ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન કે અન્ય ટ્રસ્ટમાં આપતા. તેમની વિદાયના ચાર દિવસ પહેલા જ મને તેમની આ રચના પોસ્ટમાં મોકલી આપેલી આ તેમની કદાચ આ અંતિમ કૃતિ હશે જે મારી પાસે હસ્તાક્ષરમાં મોજુદ છે. યુ.કે.ના મોટાભાગ્ના મુશાયરાઓમાં હું તથા કવિમિત્રો બેદાર લાજ્પુરી તથા વસુબેન ગાંધી તથા અશોક્ભાઈ પટેલ ,અમે સાથે  મળી ભાગ લેવા જતાં હતાં. તેમની યાદમાં એક મુશાયરો કરવાની મારી અને લેસ્ટરના કવિમિત્રોની ઈચ્છા છે ખરી…તેમની જ અપ્રકાશિત રચના,છંદાછંદ ચંચૂપાત વિના ‘કોણ માનશે ?’  હઝલથી અને મારા એક મુક્તક્થી તેમના સદગત આત્માને ભાવભીની અંજલિ-દિલીપ ગજ્જર, લેસ્ટર

ગુણનું વાચક વિનય કવિનું નામ

મહેફિલો ગુંજાવતું કવિનું કામ

દર્દ દિલનું તે સહી ચાલ્યા ગયાં,

સાવ સૂનું થૈ ગયું લેસ્ટરનું ધામ

-Dilip Gajjar

 

મારી ઓળખણ-શોભા જોશી

bluebellheart1    

ારી ઓળખણ

મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો મીઠી એ મોરલીનો સૂર

માધવની રાધાને પ્રાણથીય પ્રિય

એ તો તાણી લાવે લાગણીના પૂર


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો રુમઝૂમતું ગુલમહોર ફૂલ

વાવડાની સંગાથે કરતું હું ગોથડી

ને કરતું ગમતાનો ગુલાલ મહામૂલ


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો પ્રિયજનનો મોંઘેરો પતર

જેને ઉકેલી ઉકેલીને હરખાતી

ઓલી છાંટતી પ્રેમના અત્તર


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો, ”આપણની” નવી પરિભાષા

હુંં-તું નો છેદ ઉડાડીને એ તો

ઉગતી નવી અંતરની અભિલાષા

-શોભા જોશી, લેસ્ટર 


યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને -Bedar Lajpuri

અમારા લેસ્ટર શહેરના શાયરની એક ગઝલ રજુ કરું છું


યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને

જરા આવી મારું શહર જોઈ લે ને

બધામાં જે મલ્ટી-કલ્ચર દિસે છે તે

પચરંગી તું આ લેસ્ટર જોઈ લે ને

એ મોસમની સાથે બદલતું રહે છે

અહીંનો તું વીન્ટર સમર જોઈ લે ને

પરસ્પર બધા લોક હસતાં મળે છે

અહીં સૌને ઉર્મિસભર જોઈ લે ને

અહીં ધોળા-કાળાનો કોઈ ભેદ ક્યાં છે ?

તું આવીને નજરો-નજર જોઈ લે ને

છે મસ્જિદ ને મંદિર, ગુરુદ્વારા ને ચર્ચો

બધા ધર્મો કેરી કદર જોઈ લે ને

સફાઈમાં સૌથી આગળ સદા એ

બીજા કામ કાજે ઉપર જોઈ લે ને

અમારા આ રજની, શોભા સંગ ગુંજે

આ સબરસ ને આઠે પ્રહર જોઈ લે ને

વતનની તને યાદ તાજી કરાવે

ઝલક મેલ્ટન રોડ પર જોઈ લે ને

ઝવેરીની દુકાને જઈને કદી તો

તું સોનું, રુપું ,સિલ્વર જોઈ લે ને

ફિશ-એન ચિપ્સ પીઝાને છોડીને પળભર

તું ભજિયા ખમણની અસર જોઈ લે ને

તું ફન ફેર વેળા એબી પાર્કમાં જઈ

બધાની અવર ને જવર જોઈ લે ને

સજાવી બધી શોપ બેઠું છે અલ્લડ

એ શોપો ‘હાઈ ક્રોસ’ માં જોઈ લે ને

તરસને અમારી છિપાવે પળે પળ

સેવન ટ્રેન્ટ નામે રીવર જોઈ લે ને

ડીમોન્ટ હોલની એ મહેફિલ બધી એ

તું મસ્તીમાં શામ-ઓ-શહર જોઈ લે ને

ઉપરનો નથી માત્ર દેખાવ આ તો

ઉપર છે તેવું ભીતર જોઈ લે ને

કરું છું વખાણો તો ખોટું શું એમાં ?

શહેરમાં આ મારું છે ઘર જોઈ લે ને

પછી બીજું સીટી નહી જોવું ગમશે

પ્રથમ લેસ્ટરને ડીયર જોઈ લે ને

લખે છે ને ‘બેદાર’ નામે જે ગઝલો

વસે છે અહીં તે શાયર જોઈ લે ને

બેદાર લાજપુરી, લેસ્ટર

img_7165Photo by GD

એક બહાનું આપ હવે-ડાહ્યાભાઈ પ્રજાપતિ

એક બહાનું આપ હવે

dgphotography

ઝલ

એક બહાનું આપ હવે

સંબંધ કેમ સમાપ્ત હવે ?

ફેરવી માળા પ્રસંગોની

કર રામનામના જાપ હવે

બકરી સાવજ સામ સામે

કોનેકોનો ધાક હવે ?

લય તાલની ખેંચ તાણમાં

સહુનાં મુખે રાપ હવે

સપનો તણી આ દુનિયાનો

તું છે એક મોહતાજ હવે

ફુલ બની કે બની ખુશ્બુ

ઉપવનમાં તું વ્યાપ હવે


-ડાહ્યાભાઈ પ્રજાપતિ ,લેસ્ટરના કવિ

***Rap= Strike with a series of rapid audible blows, in order to attract attantion.

Photo by DGphotographyસમય-અરુણા કાનાબાર

img088

સમય

શમણું બનીને આવે સમય, રસ્તો મંજિલને ઝંખે

ક્યારેક ધોળે દિવસે  પણ તારા બતાવી જાય છે

ઓળખી ગઈ છે ચાંદની પણ હવે અમને 

આવતાની સાથે જ કાળી થઈ જાય છે 

કરું વિનંતિ ફૂલને, ના કર મમતા ડાળથી 

સમય ક્યારેક ડાળને પણ જડમૂળથી ખેરવી જાય છે 

કોરી શૂન્યતા અને ભૂરી ઝંખના એટલે આકાશ 

સમયની આગળ નસીબ પણ બિચારું પાંગળું બની જાય છે 

બત્તી વગરનો અંધકાર અને વિજોગણ રાતનો આધાર 

સમયના પાપે દુશ્મન તો શું ,દોસ્ત પણ ડગમગી જાય છે

-અરુણા કાનાબાર, લેસ્ટરના કવિયત્રી

દિલ એક ઝખ્મ હઝાર -હારુન પટેલ કોઠીકર

img_3390_2_2_21

ઓગષ્ટ ૨૦૦૮ લેસ્ટરમાં વિનય કવિના ‘દિલ એક દર્દ હજાર’ ના વિમોચન પ્રસંગે સમગ્ર યુ.કે માંથી પધારેલ કવિમિત્રો. 

બેઠેલ પંકિતમાંઃ- ડાબેથી મહેંક ટંકારવી, હારુન પટેલ, બેદાર લાજપુરી, અદમ ટંકારવી, વિનય કવિ,વસુબેન ગાંધી,શોભા જોષી, િકર્તીબેન મજિઠીયા, મધુબેન ચાંપાનેરી ઉભેલાંઃ- ડાબેથી પથિક પગુથનવી, વિનોદ ઘડિયાળી, દિલીપ ગજ્જર, ભવન પટેલ, અહમદ ગુલ, બાબર બંબુસરી, શબ્બીર કાજી, પ્રફુલ્લ અમીન, પ્રેમી દયાદરવી, કદમ ટંકારવી, અશોક પટેલ, સુફી મનુબરી, ઈસ્માઈલ દાજી, સિરાજ પટેલ, ફારુક શેખ

Gazal

િદલ તો છે એક ને ઝખ્મો હઝાર શું કરવું

ને  નથી  કોઈ  ખબર  પુછનાર  શું  કરવું

મળ્યું  તો સ્મિત  મને તે  ફકત પળભરનું

અશ્રુ  આપ્યા  મને  અનરાધાર  શું   કરવું 

કોઈ સાંભળતું નથી, કોઈ સમજતું યે નથી 

બહુ   રુંધાય  છે દિલની  પુકાર  શું   કરવું 

બધા જ બેઠાં છે પોતાના જખ્મો ગણવામાં 

નથી  અહીં  કોઈને  મારો  વિચાર  શું કરવું 

હાંક   મારી’તી  અમે  જેમને  મદદ   માટે

એ  બધા  ચાલ્યા  ગયા  બારોબાર  શું કરવુ 

મળી’તી માણવા ‘હારુન’ માંડ વરસો પછી 

આ અડધી સાંજ આ અડધી સવાર શું કરવું  

-હારુન પટેલ કોઠીકર 


આ ગઝલ ‘દિલ એક દર્દ હજાર’ ના વિમોચન પ્રસંગે લેસ્ટરના મુશાયરામાં સદગત વિનય કવિને અર્પિત કરી હતી ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર બની ગયા હતાં