પ્રેમની એક નજર જોઈએ

DSCF0078

પ્રિય મિત્રો, આપણી સમક્ષ એક ગઝલ તસ્વીર સાથે રજુ કરું છું આશા છે ગમશે

સાગરો માં સમાઈ જવા એક નદી સમ સફર જોઈએ
જિંદગીની  સફર  માણવા  રાહમાં  હમસફર જોઈએ

પ્રેમ ઓછો નથી જાણવા પ્રેમની એક નજર જોઈએ
પાત્ર  કુપાત્ર જોતો નથી  બસ હૃદય તરબતર જોઈએ

પારકા લઇ ઉછીના સ્તવન યંત્રવત કંઈ ખુશામત કરે
વાણી કે માંગણી  બુદ્ધિથી છે  પરે તે અસર જોઈએ

મંદિરો  મસ્જીદો ચર્ચના  લેબલોના  ભરમ હોય ના,
માત્ર સામ્રાજ્ય હો પ્રેમનું એક અનોખું નગર જોઈએ

શોધતા અન્યના જે દિલે સુક્કા રણમાં ભટકતા રહે,
સ્નેહવર્ષા   કરે  અંતરે   ભાવભીની   કદર  જોઈએ 

નામ ને રૂપ તેના હજાર શબ્દ સર્જન પણ તેના હજાર
ચેતના ચોતરફ  વિસ્તરે સ્નેહ  સરહદની પર  જોઈએ 

દીર્ઘ લાંબા શિયાળા સમી જિંદગીની કહાની દિલીપ
એક  ટૂંકી  ગઝલ  ગુફત્ગુ   જેમ  ટૂંકી બહર  જોઈએ

-દિલીપ ગજજર

Advertisements
Posted in અવર્ગીકૃત | 14 Replies

સૂરજ થઈને તમે આવો,…

ચિત્ર

મિત્રો, આપ સમક્ષ રજુ કરુ છું મારી લીધેલી તસ્વીર સાથે એક મુક્તક. આશા છે આપને ગમશે.

-દિલીપ ગજજર.

muktak Surajthaine

ये रातें, ये मौसम,….

प्यारे दोस्तों आपके सामने एक हिंदी युगल गीत पेश करता हुँ आशा है पसंग आयेगा

Ye Raate Ye Mosam Nadi ka kinara

Cover by Dilip Gajjar and Chetu Ghiya Shah

Film: Dilli Ka Thug,(1958) Singer: Kishor Kumar & Asha Bhonsle, Lyrics: Shailendra, Music by Ravi

ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा
कहा दो दिलों ने, के मिलकर कभी हम ना होंगे जुदा

ये क्या बात है, आज की चाँदनी में
के हम खो गये, प्यार की रागनी में
ये बाहों में बाहें, ये बहकी निगाहें
लो आने लगा जिंदगी का मज़ा

सितारों की महफ़िल नें कर के इशारा
कहा अब तो सारा, जहां है तुम्हारा
मोहब्बत जवां हो, खुला आसमां हो
करे कोई दिल आरजू और क्या

कसम है तुम्हे, तुम अगर मुझ से रूठे
रहे सांस जब तक ये बंधन ना टूटे
तुम्हे दिल दिया है, ये वादा किया है
सनम मैं तुम्हारी रहूंगी सदा

વ્હાલ નિર્ઝર

Dsbooksધરતીમાં થી મઘમઘતાં અંકુરો ઉગ્યા
ઠુંઠા વૃક્ષોને પણ રાતા ફણગાં ફૂટ્યાં
અંતરમાં સીમિત તેનાથી ના રહેવાયું તો,
ખળખળ વહેતા નિર્મલ નીરના વ્હાલ વછુટ્યા
એક તારા નામ ઉપર ફિદા થયા તો
એકતાના અંક કોણે કોણે ઘૂંટ્યા ?
શાસ્ત્રોએ શું દયા પ્રેમ જેવું નાં શીખવ્યું ?
કે હિંસક થઇ માનવતાના વસ્ત્રો લુંટ્યા !
વિપરીત ધર્મો પાળી ને સંહાર આદર્યા
સૃષ્ટાની સૃષ્ટીનાં સુંદર સર્જન ચૂંથ્યા
મંદિર મસ્જીદ ઝુકી ઝુકી અક્કડ થઈને
આસપાસ ને અંતરમાં જોવાનું ભૂલ્યા
જીવન ફૂલો જેવું જ્યારે નાં મહેક્યું તો
ઈશ્વરને ધરવા બાગેથી ફૂલો ચૂંટ્યા !
થોડી પણ અંતરમાં તેની ઝાંખી થઇ ગઈ
ત્યાં નૈનોમાં દયાભાવના ઝરણા ઉમટયા
ભૂખ્યા તરસ્યા આશા રાખી નજરો તાકે
દીન દુખિયાના કોક દિવસ પણ આંસુ લૂછ્યા ?
જ્યારે દિલીપ, નજર ગઈ દુનિયા પર તેની,
જાત જાતના દિલમાં ભારે પ્રશ્નો ઉઠ્યા
-દિલીપ ગજજર
કવિતા સાથે ભેટમાં મળેલ પુસ્તકોની છબી રજુ કરું છું
(1) બ્લેકબર્ન મુશાયરા દરમ્યાન કવિ મહેંક ટંકારવી એ ભેટ આપેલ તેમનો ગઝલ સંગ્રહ, પ્રેમરસ પ્યાલો
(2) અટકળ નો દરિયો, કવિ મિત્ર અઝીઝ ટંકારવીનો ગઝલ સંગ્રહ તેમના સુપુત્ર ફારુક તરફથી
(3) ઓથાર અદમ ટંકારવી રચિત અછાંદસ કવિતાઓનો સંગ્રહ જેમાં 2002 ના કોની રમખાણોનો ચિત્કાર..
(4) અંતિમ પર્વ ખુબ જ પ્રસિદ્ધિ પામેલ મૃત્યુ પર નાં લેખ કવિતા સુવાક્યો નું સંપાદન અમારા લેસ્ટરના ગાયકમિત્ર ચંદુભાઈ મટાણી, તેમના ભજનો ની ઓડીઓ સીડી દ્વારા ભાવપૂર્વક ભેટ મળ્યું

મર્કટસ્ય સૂરાપાનં…


પ્રિય મિત્રો આપની સમક્ષ રજુ કરું છું મારા ગઝલ સંગ્રહ અંતર્દીપ માંથી એક રચના, મર્કટસ્ય સૂરાપાનં…આશા છે આપને ગમશે..આપના પ્રતિભાવની આશા સાથે…

DSCF9717 copy

Posted in અવર્ગીકૃત | 8 Replies

વર્ષ તેર કે ચૌદ ને પંદર

પ્રિય ્સર્જક મિત્રોને નવ વર્ષની શુભેચ્છા સહ

14-15muktak2

વર્ષ તેર  કે ચૌદ ને પંદર

કાલચક્ર ફરતું નિરંતર

પળ પળ હરપલ જાગૃત રહીને

સાધી લેવું સમયની અંદર

અહીથી અહી સુધી જાવું છે

કાપુ હર અંતરનું અંતર

પ્રત્યક્ષ એક જ સૂરજદેવ

અન્ય તો પથ્થરના મંદર

સંશય નિશ્ચિત મારક વિષ છે

પ્યાર જ કેવળ તારક મંતર

જીવન કર્મોનો સરવાળૉ

ના ચાલે કંઈ જાદુમંતર

દઈ શકું તેવું ધન પામ્યા ?

આપનારનું જીવન સુંદર

દેશ કાળ સીમાથી પર છે

આતમનો સંગાથ અનન્તર

-દિલીપ ગજજર.

Posted in અવર્ગીકૃત | 6 Replies