આત્મ પરિચય !

જાણું છું કે આત્મ પરિચય સંસ્કૃતી નથી
મુજ વગર તો આપને કહેનાર કો વ્યક્તિ નથી
કોઈ ના આિત્મક સફરને પૂર્ણતઃ જાણી શક્યું
કોઈ  કંઈ જાણી શક્યું પરિચય ફકત આપી શક્યું
આગ બાળી ના શકે, ભીંજવે ન જળ તે આત્મા
કોઈથી દેખાય ના, પરખાય ક્યાં પરમાત્મા ?
મનભરી નિરખી શકો ચૂમી શકો તે મીત છું
ગઝ્લથી ભિંજવી શકુ દિલ પ્રીતનું હું ગીત છું
થાય છે  સંકોચ મનમાં શં લખું મુજ્ના વિષે
આજ સુધી હું ફકત લખતો રહ્યો સહુના વિષે
તાત હરગોવિન્દ માતા શાન્તા સંસ્કારી ખરે
ડાળ ગુર્જર પુત્ર અંતિમ થઈ દિલીપ આવ્યો ઘરે
ઓગણીસો સાઠ કેલોદ ગામ પ્રાંગણ જન્મયો
દશ વર્ષો બાદ અમદાવાદમાં આવી વસ્યો
પાંચ વર્ષ કોલેજના સી.એન માં પુરા કર્યા
જીન્દગીમાં ચિત્રના કામે વિવિધ રંગો પુર્યા
સાત વર્ષ ગ્રાફિક્સનો વ્યયસાય મહેનતથી કીધો
યુ.કેની સુંદર પરીએ હાથ મુજને દઈ દીધો
લેસ્ટરમાં ઓગણીસો નેવુમાં આવી વસ્યો
મલ્ટીકલ્ચર શહેરમાં કંઈ કેટલુયે હું શિખ્યો
જ્યારથી હું નાઈટનના પાર્કમાં ફરતો થયો
પ્રકૃતિથી પ્રેરણા પામીને હું લખતો રહ્યો
‘વનમહીં વિહરતાં ધીમે ધીમે’ ઉંડે ઉતર્યો
કાવ્યનો સંગ્રહ પ્રથમ તે નામથી પ્રગટ કર્યો
એક સાંજે ગુણવંત શાહના વ્યાખ્યાનમાં
ગુજરાતી લિટરેચર્ સંસ્થા આવી જાણમાં
કાવ્ય અછાંદસ હું લખતો હતો મુજ ઢંગમાં
જ્યાં મળ્યા બેદાર ત્યાં લખતો થયો હું છંદમાં
તે પછી મૌલિક મુજ કૃતિ સદા કરતો રહ્યો
યુ.કેના મુશાયરામાં ગઝ્લ હું ગાતો રહ્યો
સત્યનું દર્શન થયું વિવેક ભીતર દીપમાં
કહી દીધું ગઝ્લો થકી સંગ્રહ ‘અંતરદીપ’માં
ખુબ અપમાનો સહ્યા સન્માન કંઈ ચાહ્યું નથી
સત્ય ઉચ્ચાર્યુ છતાં પરિણામ કં ઈ આવ્યું નથી
જે મળી તેવી ગમી ખિલતી રહી છે જીન્દગી
પી રહ્યો મધુર-રસ પાતી રહી છે જીન્દગી
એટલું સારું થયુ આ બ્લોગનું માધ્યમ મળ્યું
કાવ્ય ને સાહિત્યથી થોડુઘણું જીવતર ફળ્યું
આ સફરના સાથીઓને યાદ કરવાના સદા
દ્વેશ  દૃષ્ટિ રાખનારા દૂર રહેવાના સદા
હાં ,હવે વિનય કવિ ચાલ્યા ગયા છે દેહથી
ક્યાં અહી આદિલ મળે, તે પણ મળે છે શબ્દથી
એક દિવસ હુંય પણ સરકી જઈશ આ કાળથી
બ્રહ્મ્ની આરત  ઉતારીશ  શબ્દ  કેરા  થાળથી
સંસ્કૃતીને રક્ષવાનો નમ્ર હેતુ છે અહી
ગુર્જરી શણગારવાનો ઉચ્ચ હેતુ છે અહી
– દિલીપ ગજજર, લેસ્ટર

62 thoughts on “આત્મ પરિચય !

  1. માં ને માટે તેનું નાનું બાળ શું કરી શકે ?
    ઘરકામ કરતી વેળાં તે બાળકના મલીન વસ્ત્રો ધોતી હોય
    ત્યારે બાળક તેને એક વસ્ત્ર ઉપાડીને આપે…
    તો મા એક નજર બાળક પર કરે અને થોડું મલકાય
    કે દિકરો મારું કામ કરે છે !!!
    તેથી વિશેષ માત ગુર્જરી માટે મારો શું પ્રયાસ હોઈ શકે ?

    -દિલીપ ગજજર

  2. દિલીપભાઈ

    મારા બ્લોગની મુલાકાત અને કોમેન્ટ લખવા બદલ આભાર. હંમેશની જેમ થોડો જલ્દીમાં છું નિરાંતે તમારા બ્લોગને માણવાનું ફરી ક્યારેક રાખુ છું

    રજની

  3. જય શ્રીકૃષ્ણ દિલીપભાઈ,

    િવશ્વની આરત ઉતારીશ શબ્દ કેરા બ્રહ્મથી
    સંસ્કૃતીને રક્ષવાનો નમ્ર હેતુ છે અહી

    આપે ખૂબ જ સુંદર રીતે એક વ્યક્તિત્વને એક શૈલીમાં ઢાળી અમારી સમક્ષ રજુ કર્યુ છે.
    આપનો ડો. હિતેશ.

  4. કાવ્ય ને સાહિત્યથી થોડુઘણું જીવતર ફળ્યું

    And

    ખુબ અપમાનો સહ્યા સન્માન મેળવ્યું નથી

    સત્ય ઉચ્ચાર્યુ છતાં પરિણામ કં ઈ આવ્યું નથી

    is life but these words are feeling of noble man.

    you have told nicely every thing.
    Ramesh Patel(Aakashdeep)

  5. સલામ દિલીપભાઇ,
    છૂક છૂક કરતી જીવનયાત્રાની આપની ગાડીમાંથી નીચેના સ્ટેશનો પર ઉતરીતે ગરમા ગરમા ગરમ ચ્હાની ચૂસકીઓ લીધી..

    ગઝ્લથી ભિંજવી શકુ દિલ પ્રીતનું હું ગીત છું

    કાવ્ય અછાંદસ હું લખતો હતો મુજ ઢંગમાં (કેવી પારદર્શિતા!!)

    જ્યાં મળ્યા બેદાર ત્યાં લખતો થયો હું છંદમાં

    ખબ તરસ લાગી હતી. નીચેના સ્ટેશને ઉતર્યો અને ચ્હા પીતા પહેલાં ઝડપથી પાણી પીવા માંડ્યું.. અને દિલ ભીંજાઇ ગયુ. અને શબ્‍દ સરી પડ્યા…
    આવા બીજાય છે, ચાલ જીંદગી (હમસફર નહીં) હમશબ્દ મળ્યા, જીંદગીની ગાડી સાવ ધીમી ધીમી જાય તો ય શું? કંઇક ગાડીઓ છે, જેણે એક્ષપ્રેસને રવાના કરવા પડ્યા રહેવું પડે છે જંક્શને !!

    ખુબ અપમાનો સહ્યા સન્માન મેળવ્યું નથી

    સત્ય ઉચ્ચાર્યુ છતાં પરિણામ કંઈ આવ્યું નથી

    સલામ.

  6. જય શ્રીકૃષ્ણ દિલીપભાઈ,
    this is just a co incidence that i opened your page. i am from Mumbai. mostly i do translations from diff languages. (and sometimes write poems in gujarati, hindi, english)
    i am really happy to visit your site and will surely come again.
    તિિમર

  7. તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.
    બસ આમ જ લખતા રહો…..

    હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
    આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

    મારો નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
    હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

    મારા બ્લોગની લીંક છે.
    http://www.aagaman.wordpress.com

    મયુર પ્રજાપતિ

  8. આપ સારું લખી શકો છો તો આપણી ખુદ ની રચનાઓ પણ લખતાં રહીં ને પ્રગટ કરશો તો વધુ આનંદ થશે
    સુંદર અભિવ્યકિત!!

    આપ મારા આ બ્લોગ ની
    મુલાકાત લો અને હા
    આજે જ મેં મારી નવી જ રચના/કૃતિ પ્રગટ કરી છે તો આપ આજે અવશ્ય થી મારા
    બ્લોગો ની મુલાકાત લો અને હા, આપણાં અમુલ્ય સુચનો તથા અભિપ્રાયો જરુરથી
    મોકલશો.

    ૧. યુવા રોજગાર
    http://yuvarojagar.gujaratiblogs.com
    આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ,
    એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા
    આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ
    આપશે મારું યુવા રોજગાર .સાથે-સાથે યુવા રોજગાર એક યુવા ઝુંબેશ ચાલું કરી
    રહ્યું છે, જેમાં ભારત ના માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક નાગરિકે તેમાં
    સ્વેચ્છાએ જોડાવા નું છે. આ યુવા ઝુંબેશ શું છે ? એ તો આપ યુવા રોજગાર
    કલિક કરશો ત્યારે જ સમજાશે .સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો
    રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં
    માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
    યુવા રોજગાર યુવાનો નો આવાજ. ધ વોઈસ ઓફ યંગસ્ટરસ

    ૨. કલમ પ્રસાદી
    http://kalamprasadi.blogspot.com
    મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો તથા નવલક્થા – હપ્તા
    સ્વરુપે વિગેરે સાથે અન્ય કવિઓ ની શેરો-શાયરી નો ગુલદસ્તો એટલે “મહેફિલ”
    અને જોકસ તો ખરાજ

    – પ્રવિણ કે.શ્રીમાળી

  9. સરસ રીતે પરિચય આપ્યો છે. આપનો બ્લોગ સુંદર છે. મજા આવી. આપ પણ મારાં બ્લોગ ઉપર આપની અનૂકુળતાએ મુલાકાત લેવાનું રાખશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો આનંદ થશે ! મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
    આભાર.
    સ-સ્નેહ
    અરવિંદ્

  10. Hi Mr. Dilip, tamari comments vanchi bahu saru lagyu,tamara jeva gazal na author mara blog ni gazal vanchse me vicharyu nahtu, thank u, tamari pase thi ghanu bahu sikhvanu che, aavi j rite samjavta reh jo. Mandakini from gazal mehfil

  11. Shri Dilipbhai,

    I saw your comment on my poem and clicked on your web site. I would have missed your blog-we have so many now-if you have had not read my recent one on “Kaayasoor”

    I read your parichay-a special way- to day which remided me one that I wrote similar around 1965 for my dream book which did not get published yet.

    I promise to visit your blog when time permits.

    I agree with your comment on my poem.

    CHAMAN (USA)

  12. આગ બાળી ના શકે, ભીંજવે ન જળ તે આત્મા

    કોઈથી દેખાય ના, પરખાય ક્યાં પરમાત્મા SuMdar parichay aapyo.I am impressed.Hu pan blog jagatmaa navi chu.margadrashan aapta rahesho.aabhaar tame blogma aavyaa.
    Sapana

  13. શ્રી દિલીપભાઈ

    સુંદર સ્વરે અને સંગીતથી મઢી ,મન અને બ્રહ્માંડને વીડીઓથી સાત ખંડ ગજાવ્યા આપે.

    પાંચ મીનીટ આવાજ સૂનો માં લીન થઈ જવાયું .જાણે રૂબરુ આપ પાનખરની મજા

    માણી રહ્યા છો એવું અનુભવ્યું.

    અભિનંદન.

    Ramesh Patel(Aakashdeep)

  14. જે મળી તેવી ગમી ખિલતી રહી છે જીન્દગી

    પી રહ્યો મધુર-રસ પાતી રહી છે જીન્દગી
    દિલીપભાઈ, આપે ઓળખ એટલી સરસ રીતે આપી કે ભાવ વિભોર થઈને

    ઓળખીતા થઈ ગયા અમે.આપે સાહિત્યના સાચા ગુર્જર રત્નોનો સાથ અને સંગાથ અનુભવ્યો તે માટે જીવનની

    કિંમતી ક્ષણો આપે આપી.આપના ફેમીલી તરફથી પંણ આપ સદભાગી રહ્યા અને આપ સૌને આનંદ પીરસતા

    રહો એવી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  15. શ્રી દિલીપભાઈ,
    માણસ ની અંદર જો એક ફિલોસોફર છુપાએલો ના હોય તો મને લાગે છે કવિ ના બની શકાય,અને ફિલસુફી ની સાથે પ્રેમ ભળેલો ના હોય તો ગઝલ ના લખી શકાય.એમાય પાછા આપ તો સારું ગાઈ પણ શકો છો.સોનામાં સુગંધ આને જ કહેવાય.આપ મારા બ્લોગ ની મુલાકાતે આવ્યા,ને પ્રેરણા આપતો અભિપ્રાય પણ આપ્યો, ખુબ આભાર.મારા લેખો થોડા નહિ પણ ઘણા બધા આકરા હોય છે,એનાથી ગેરસમજ પણ થાય છે.પણ સાચું લખવાની આ કીમત ચૂકવવી પડે છે.અમેરિકામાં રહીને પણ જરૂરત વગર અંગ્રેજી બોલતો નથી.છૂટકો ના હોય ત્યારે બોલવું પડે,છતાં પૂર્વગ્રહ થી ભરાઈને મિત્રો ગેરસમજ કરતા હોય છે.નાસ્તિકોને પણ ટપી જાય એવું લખું છું,છતાં ધર્મ નો વિરોધી નથી.જેનો ફેન હોઉં એની પણ ભૂલ દેખાય તો કહેતા અચકાતો નથી.મહાત્માઓની ભૂલો ના જોવાય એવું લોકો માનતા હોય છે.હું માનું છું મહાત્માઓની ભૂલો પહેલા જોવી જોઈએ કેમ કે આખો સમાજ એમને અનુસરતો હોય છે,એટલેએ ભૂલો અચેતન રૂપે અનેક લોકો કાયમ દોહરાવ્યા કરતા હોય છે.કોઈ ગામડાનો ભણવામાં નાપાસ થયેલો સામાન્ય માણસ કહે કે ભણવાથી કોનું ભલું થયું છે તો મને ખાસ દુખ થતું નથી,પણ મોરારીબાપુ જેવા મહાત્મા જયારે આપકી અદાલત માં જાહેર માં લાખો દર્શકો વચ્હે કહે કે પઢાઈ હાર ગઈ,ભજન જીત ગયા ત્યારે મારી રાજપૂત ની ખોપરી હટી જાય છે.મનોવિજ્ઞાન ના જાણતા મહાત્માઓને ખબર નથી હોતી કે અચેતન રૂપે કોઈ આ સંદેશો એના બ્રેન માં ભરીને ભણવાનું મહત્વ નહિ સમજે.આતો દાખલો આપ્યો છે.મારા વિષે ગેરસમજ કેમ થાય છે એનો.ખેર આપના બ્લોગ ની મુલાકાત રોજ લેવાનું મને ગમશે.

  16. જે મળી તેવી ગમી ખિલતી રહી છે જીન્દગી

    પી રહ્યો મધુર-રસ પાતી રહી છે જીન્દગી

    એટલું સારું થયુ આ બ્લોગનું માધ્યમ મળ્યું

    કાવ્ય ને સાહિત્યથી થોડુઘણું જીવતર ફળ્યું ……….
    From a Sundar Self Kavya Parichay, Dilipbhai I had selected the above 4 Lines that say a lot.
    Abhinanandan for a nice informative Rachana..now I know you more !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Dilipbhai please visit/comment for a New Post on my Blog !
    …..

  17. Jay Bholenath Dilipbhai
    I am from Rajkot India…Your imprasive thouths are so touchiii that every like created effect on heart………I wish to write some my poems here….so pls give me guidenance. So pls pls Mail me so that i can connetc you by mail or phone………

    Shailesh Pandya
    Shri Unique Viklang Trust
    Rajkot GUJARAT
    9277807778

  18. મુરબ્બી શ્રી દિલીપભાઈ,
    આપે કાવ્ય શૈલી દ્વારા જે આત્મ પરિચય આપ્યો તે ખુબ સુંદર છે.
    આપની શૈલીમાં એક જાજરમાન કવિના દર્શન થયાં.
    આપ વડીલો અમારા પથદર્શક બનશો એવી અભિલાષા.
    ” સ્વપ્ન” જેસરવાકર ના જય શ્રી કૃષ્ણ

  19. “માં ને માટે તેનું નાનું બાળ શું કરી શકે ?
    ઘરકામ કરતી વેળાં તે બાળકના મલીન વસ્ત્રો ધોતી હોય
    ત્યારે બાળક તેને એક વસ્ત્ર ઉપાડીને આપે…
    તો મા એક નજર બાળક પર કરે અને થોડું મલકાય
    કે દિકરો મારું કામ કરે છે !!!
    તેથી વિશેષ માત ગુર્જરી માટે મારો શું પ્રયાસ હોઈ શકે ?”
    વાહ દિલીપભાઈ વાહ … અતિ સુંદર શબ્દોમાં આપનો કાવ્યાત્મક પરિચય વાંચ્યો ….. પણ સાચું કહું તો આપના પરિચયથી આપના વિશે જાણ્યું તે કરતા વિશેષ આપના આ શબ્દોએ આપનો પરિચય આપી દીધો !!!! અત્યંત સંવેદેનશીલ ..અને પ્રેમાળ હ્રદય .. નમ્ર અને વિવેકી વાણી … …ભાવુક સ્વભાવ …. આજે આપના બ્લોગ ઉપર લગભગ કલાક વિતાવ્યો .. નિરાંતે આપની રચનાઓ માણી આપનો પરિચય થયો … I would not say I spent one hour ……. rather I would say I invested an hour …. !!! It was really nice knowing you .
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    http://piyuninopamrat.wordpress.com/

  20. આદરણીયશ્રી. દિલિપભાઈ

    આપનો અદ્વિતીય પરિચય નોખી અનોખી શૈલીમાં વાંચી

    ખુબજ આનંદ થયો, આપ તો સાહિત્ય નામના મહાસાગરના

    ” અમૂલ્ય મોતી ”
    સમાન છો.

    લિ. કિશોરભાઈ એમ.પટેલ

    સમયની અનુકૂળતાએ અમારૂ આંગણું પાવન કરવા આપને આમંત્રણ છે.

    http://www.drkishorpatel.org

    http://shikshansarovar.wordpress.com

  21. પિંગબેક: 2010 in review | II લેસ્ટરગુર્જરી II

  22. શ્રી દિલીપભાઇ ,
    શબ્દો પણ ટુંકા પડે ત્યાં મન નો આવાજ સંભળાય, હુ “નાચિજ” ને શબ્દો મળતા નથી.. ખૂબ જ ઉમદા પરિચય,મારા મન નો આવાજ આપ સુધી જરુર પહોચશે બ્લોગ જગત માં નવો છું, ગજલ,શાયરી માં ખૂબ રસ છે, આપના બ્લોગ ની મુલાકાત લેવી ખૂબ જ ગમશે,
    ” રેગીસ્તાન હે ન ગુલિસ્તાન જીન્દગી
    બનાતા હે અપને હાથો સે ઇન્સાન જીન્દગી”
    .. .. ..
    સાથી હો કાંરવા હો તો ચારસુ બહાર હે,
    તન્હાઇ મે વિરાન હે યે બેજાન જીન્દગી

  23. દિલીપભાઇ,
    આજે ટહુકો માણતી હતી ને ત્યાથી કૂદકા મારતી મારતી આપના બ્લોગ પર
    આવી પહોંચી, હજુ આત્મ્પરિચયજ વાંચ્યો છે . આખો બ્લોગની મુલાકાત બાકી છે,
    આત્માપરિચય પરથીજ લાગ્યુ કે હવે ટહુકાની જેમ આની લટાર પણ રોજ મારવીજ
    પડશે.હુ કોઇ કવિ નથી, હા સાહિત્યરસિક અને તેમાય પદ્યરસિક વધારે છુ,મારો કોઇ બ્લોગ
    પણ નથી,નેટ્જગત્મા નવી નિશાળીયણ છુ એટલે ક્લીક કરતા કરતા જે બ્લોગ ખૂલે તેની
    મુલાકાત લઊછુ અને મનોમન કવિતાઓનો આસ્વાદ માણુ છુ.હવે પછી આપનીબીજી
    કવિતાઓ વાચ્યાપછી લખીશ. અરે , એક વાત લખવાની રહી ગઈકે આપને મળેલા
    પ્રતિભાવોમા મને મિ. રાઉલજીનો પ્રતિભાવ બહુ ગમ્યો,હવે તેમના બ્લોગની મુલાકાત
    પણ જરુર લેવી પડશે. અભિનન્દન આપની સિદ્ધિ બદલ.

  24. નમસ્કાર કરીને અંતરને ઝુકાવું છું…મિત્રભાવે મળે જે કો મને તેને પ્રેમે બીરદાવું છુ…અધિ+આત્મિક જ્ઞાનની પરબ માંડી છે પ્રભુએ..અહીં સૌ પ્યાસી આત્માઓ આવીને તૃપ્ત થાય..હું ય એક જ આકાશનું પંખી છું..તમારી ડાળા પર બેસવાનું મન થયું અને આપના પરિચય થકી તૃપ્ત થઈ…ઘર આપણ સૌનું એક છે..સમય આવવાનો ને જવાનો અલગ અલગ છે…અહીં મેળામાં સૌને મ્હાલીને પોતાને ઘેર પાછ જવાનું છે…અવ્યા હતા જ્યાંથી ..ત્યાં જ પાછા જવાનું છે…આપની ઓળખ નવીન નઝરાણું બની જશે…

  25. દિલીપભાઇ,
    તમારા બ્લોગ ની લિન્ક મને મારા કવિ મિત્ર મેહુલભાઇના બ્લોગ પરથી મળી.
    તમારો સંગીતમય બ્લોગ માણવાની બહુ જ મજા આવી!
    તમારો કાવ્યમય પરિચય હ્રદયસ્પર્શી રહ્યો!

  26. આપનો પરિચય વાંચ્યો હતો,જાણ્યો હતો, માણ્યો હતો.આપના બ્લોગ પર અવારનવાર રચનાઓ માણી પ્રતિભાવ પણ આપ્યા…પણ આજની રચના આંખ મીચી બે ત્રણ વાર સાંભળી .આનંદ આનંદ થયો.આજે થયું આ જ શુભેચ્છાઓ સહ પરિચયના પ્રતિભાવમા જણાવું…આ જ આપનો સાચો પરિચય છે.
    કોઇવાર તમારી પંક્તીઓ કોઇ પ્રતિભાવમા લખી છે.યાદ….પંક્તિઓ અને તે અંગે આપે ઉગ્રતા દાખવી તે પંક્તિઓ કાઢી નાંખવા કીડી પર કટક મોકલ્યું નથી. આ જ અમારા મિત્રો અને મોટાગજાના પથદર્શકો સર્વશ્રી ડો.રાજેન્દ્રભાઇ,સુરેશભાઇ, ચિરાગભાઇ, અતુલભાઇ, વિવેકભાઇ, ધવલભાઇ, જુ’ભાઇ, ચંદ્રવદનભાઇ, રમેશભાઇ, કે.નરેન્દભાઇ, ઊર્મિબેન, વલીભાઇ,જયશ્રીબેન,જય ભટ,સરયુબેન જેવા અનેકો ના જેમ તમારી ઊદાર દ્રુષ્ટિ આપનો સાચો પરિચય છે.
    લેસ્ટર સાથે તો ટ્વીન સીટી કરાર પણ છે.એટલે બીઝનેસ ની સાથે કલ્ચરલ પ્રોગ્રામ પણ આદાન પ્રદાન થઈ શકે.અમારા દિકરાની વહુ બે વાર આવા પ્રોગ્રામમા આવી છે.દિકરી યામિની પણ આવશે.

    ફરીથી શુભેચ્છાઓ સાથે આવી સરસ પોસ્ટ માટે આભાર સહ…

  27. વાહ, શ્રીચંન્દ્રવદનભાઈ વાહ, આપે શ્રી દીલીપભાઇના બ્લોગ સુધી મને પહોચાડી દીધો…..આપનો આભાર હવે વાંચવાની મઝા આવશે.શ્રી દીલીપભાઈનો પણ ખૂબ આભાર કે ગઝલોની મહેફીલ પણ માણવા મળશે.

  28. પિંગબેક: વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર | ચંદ્ર પુકાર

  29. માનનીય દીલીપભાઈ,

    આપનો પરિચય વાંચ્યો ખરેખર કાવ્યાત્મક રીતનો હોવાથી ખુબ લાગ્યો આપના બ્લોગ ની હું આપની સીટ નો ચાહક બની ગયો
    ધન્યવાદ,

    રાહુલ બ્રહ્મભટ્ટ-ન્યુયોર્ક , યુએસએ

  30. દિલીપભાઈ, તમારી જોડે “બ્લેક એન્ડ વ્હાઈટમાં વાત કરી પછી તમારો બ્લોગ જોયો…સારી વાત તો તમારી બધી સ્વરચનાઓ છે….તમારો રાગ પણ ખુબ સારો છે….કોમેન્ટો પરથી સ્વભાવ સારો છે….હવે ઉપરવાળા પાસે તમારાથી કશું મંગાય જ નહિ….

Leave a comment