પ્રભુતા પમાડી જોઈએ -રમેશ પટેલ ‘આકાશદીપ’

lay-out_2_2પ્રભુતા પમાડી જોઈએ

 

ગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ

અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

 

સંસાર સાગરે ઉઠતા તોફાને હોડી હંકારી જોઈએ

સાહસને યુવાનીના અશ્વપર જોશે પલાણી જોઈએ

 

જિંદગીને જગતે , ભરી આત્મ વિશ્વાસ નાણી જોઈએ

નાથી ઘૂઘવતી સરીતા લીલીછમ વાડી લહેરાવી જોઈએ

 

મારૂતારૂ ગણી ગણી વિખવાદમાં ડૂબી મર્યા આપણે

આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ

 

ઊર્મી ઉછાળી ઉરની, સંબધના સરવાળા કરી જોઈએ

સંસારના વેરઝેરને ધરબાવી સૌના મુખ મલકાવી જોઈએ

 

ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે

દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ

 

થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ

હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ

રમેશ પટેલ ‘આકાશદીપ’

 

Photo by D.Gajjar

 

4 thoughts on “પ્રભુતા પમાડી જોઈએ -રમેશ પટેલ ‘આકાશદીપ’

 1. ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે

  દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ

  થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ

  હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ

  very very nice gazal.

  Chirag Patel

 2. મારૂતારૂ ગણી ગણી વિખવાદમાં ડૂબી મર્યા આપણે

  આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ

  Great thoughts are shining in each line of poem .
  very nice.

  Vital Patel

 3. ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે
  દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ

  વાહ ! ષડરિપુઓ ને હરાવવાનીં વાત સાથે ફુલ જેવા થવાનીં શરત છે ને તેનીં વગર દેવત્વ શી રીતે રિઝે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s