વતનની ધૂળને ગઝલાંજલિ

વતનની ધૂળના એકેક કણને સાચવજો

ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો

હવાને, બાગને ,વહેતા ઝરણને સાચવજો

ને હેમખેમ આ વાતાવરણને સાચવજો

યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી

સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો

ક્યહીં ન હાથથી છટકીને આપને વાગે

હવામાં ઉંચે ઉગામેલા ઘણને સાચવજો

આ દુનિયા જાય જહન્નમમાં તો જવા દેજો

કોઈના નામના પ્રાતઃસ્મરણને સાચવજો

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે

બની શકે તો તમે એક જણને સાચવજો

‘કશો જ અર્થ નથી’ કહેવુંયે નિરર્થક છે

આ ભૂંડી ભાષાના પોપટરટણને સાચવજો

તિમિરને તેજના મિશ્રણ ઉપર બધો આધાર

સિતારા ચાંદ ને સૂરજકિરણને સાચવજો

વતનની ધૂળ વિખેરાઈ જાય તે પહેલાં

વતનની ધૂળના સૌ સંસ્મરણને સાચવજો

દબાઈ જાય ના કીડીના કાફલા ‘આદિલ’

વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો

વતનની ધૂળને ગઝલાંજલિ

-આદિલ મન્સૂરી

૧૮મી માર્ચ, ૨૦૦૨. ન્યૂ યોર્ક

કંઠ -દિલીપ ગજ્જર અને રોશની શેલત, સંગીતબદ્ધ-નારાયણ ખરે

21 thoughts on “વતનની ધૂળને ગઝલાંજલિ

 1. બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે
  બની શકે તો તમે એક જણને સાચવજો

  colorful and lovely representation of ગઝલાંજલિ

  વતનની ધૂળના એકેક કણને સાચવજો
  ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો
  Thanks for sharing beautyfully.

  Ramesh Patel(aakashdeep)

 2. એના વિચારોના ગગનને સાચવજો
  આદિલ તણા શબ્દ ઉપવનને સાચવજો

  સંગીતના તારો મહી સીંચીં લો એને
  ગુર્જર ગિરાના ગઝલ ધનને સાચવજો
  -મોહમ્મદઅલી વફા

 3. દિલીપભાઈ,

  આદિલજીની સુંદર કૃતિ. … ખાસ ગમ્યા

  યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી
  સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો

  અને

  દબાઈ જાય ના કીડીના કાફલા ‘આદિલ’
  વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો

  તમે એને સ્વરબદ્ધ કર્યું એ સુખદ આશ્ચર્ય (તમારો પરિચય કેવળ સર્જક તરીકે જ હતો, ગાયક તરીકે આજે નવો પરિચય). સ્વરાંકન પણ સુંદર છે.

  • દક્ષેશ, જ્યારે હું સ્વર્હગારોહણ પર ગયો ત્યારે છક થઈ ગયો..કે તમે શુ કામ કર્યુ છે…ગયા માસે અદમભાઈને…રામ ચરિતમાનસનો સંદર્ભ જોઈતો હતો તો આપની સર્જીત સાઈટ પર અનાયાસ આવી ગયો ત્ય્યરે ખબર નહોતી કે આ કામ તમારું છે…ઉત્સાહપ્રદાન બદલ આભારી છું…Thanks to all comment.

 4. શું કહીએ અને વિસરીએ આદિલ વિશે
  હવે તો બસ એના સ્મરણને સાચવજો

  એક એક એની ગઝલ યાદગાર યારો
  મક્તા અને મત્લાના ધણને સાચવજો

  હવે તો સ્વરબધ્ધ થઈ એ સચવાયો
  માણી આ એક પળ એને પણ સાચવજો

 5. વતનની ધૂળના એકેક કણને સાચવજો
  ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો
  સુંદર!!! મને ઘણી ઇચ્છા હતી કે હું મારા સ્વર માં” મળે ન મળે’
  ગાઇ ને સ્વ.આદિલ સાહેબ ને સંભળાવું જે હું મારી શાળા ના દિવસો દરમ્યાન સ્ટેજ પર ગાતી હતી ને જિલ્લા કક્ષા નું ઇનામ મેળવું હતું. પણ મન માં જ એ આશા રહી ગઇ.આજે એનો અફસોસ છે મને.

 6. બહુ સરસ સ્વરાંકન અને ગાયન. તમે આટ્લું સરસ ગાવ છે એ આજે જ ખબર પડી. હવે તો તમારી રચનાઓ વાંચવાની સાથે સાથે સાંભળવાની આશા પણ રહેશે.

 7. Hello Dilipbhai,
  Your are genius! I congratulate for what you have done in a very short time!! It is very easy to talk about things but when it comes to put in practice or to prove it, You hardly see any one there!!
  Once again Congratulations and all the best!

  Hasmukh.

 8. હસમુખભાઈ,
  ખૂબ ખૂબ આભાર…પરસ્પરમ ભાવયન્તઃ સર્જન થતું રહે વધતું રહે તેજ અપેક્ષા શુભેચ્છા…બીજું શું ?

 9. હિન્દી ગીત તો તમારા અવાજમાં સાંભળ્યું હતું… આજે ગુજરાતી ગઝલ સાંભળવાની ઘણી મજા આવી… એ ય આદિલભાઈની મારી ગમતીલી ગઝલ… કર્ણપ્રિય અવાજમાં…!

 10. સરસ ગાયીકી અવાજમા મીઠાશ છે..આદિલભાઈની ગઝલ માટે તો શું કહુ..તેમની ગઝલ અને તમારો અવાજ સોનામાં સુગંધ!રોશનીબેનને પણ મુબારક્બાદ..હવે વતન યાદ આવિ ગયું
  સપના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s