૭૦ કારણો-પૃથ્વીને ચાહવાના-આદમ ઘોડીવાલા

૭૦ કારણો-પૃથ્વીને ચાહવાના-આદમ ઘોડીવાલા

પ્રિય મિત્રો, યોર્કશાયર અને ગુજરાતના પર્યાવરણ પ્રોજેક્ટ નિમિત્તે અદમભાઈએ પોતાની એક મૌલિક રચના સરજી ભાગ લીધો,કવિમિત્ર સિરાઝ પટેલ જેઓએ મને હસ્તાક્ષરી રચના મોક્લી આપી. અદમભાઈ જેઓ વિશ્વ વિખ્યાત કવિ છે  જેમણે મને આ રચના પ્રસિદ્ધ કરવા અનુમતિ આપી તે બદલ લેસ્ટર ર્ગુર્જરી થકી બેય કવિમિત્રોનો આભારી છું,. આ રચના લધુ કાવ્ય પ્રકાર પર આધારિત છે.જે એક લીટીનું છંદોબદ્ધ કાવ્ય જેને ‘તન્હા’ તરીકે ઓળખાય છે આમ ૭૦ લઘુકાવ્યો, તે આપ સમક્ષ રજુ કરુ છું આપ સહુ કાવ્ય મર્મજ્ઞ અને રસિક મિત્રો પ્રતિભાવ આપી બિરદાવશો તો કવિને જરુર આનંદ થશે.

આ નવીન લઘુ કાવ્ય પ્રકાર ‘તન્હા‘ ની ખોજ આદિલ મન્સૂરી દ્વારા થયેલ જેમાં ૧૩ અક્ષર એક લીટીમાં હોય અને તેવા તેર લીટીવાળા કાવ્ય હોય જેના પ્રત્યેક કાવ્યનો વિષય અલગ હોય આવી ‘તન્હા’પ્રથમવાર આદિલજીના સંગ્રહમાં છપાઈ, તતપશ્ચાત તેમના અઝીઝ મિત્ર અને મુર્ઘ્ન્ય કવિ અદમ ટંકારવીએ આમાં થોડો ફેરફાર  ઉમેર્યો અને ‘તન્હા’ ના બંધારણમાં મુક્તિ અર્પી જેમાં , ગઝલના છન્દ પ્રયોજી પ્રાસ, અનુપ્રાસ જાળવી શકાય અને તેર ને બદલે ગમે તેટલી લાઈન કે અક્ષર લઈ શકાય અને વળી વિષય સાતત્ય પણ જાળવી શકાય એક જ વિષય પર બધા કાવ્ય હોવાથી રચના સાતત્યપૂર્ણ અને છન્દોબદ્ધ બને અને ભાવ વર્તુળ પૂરું થાય.

અદમ સપ્તતિ જુદી ઉજવે છે

ધરાના પુત્ર થઇ ઓચ્છવ કરે છે

અદમ ભાઈને સપ્તતિ અભિનંદન !…. વસુંધરા સાથેનું કવિનું કેવું અદ્ભૂત દિવ્ય તાદાત્મ્ય, દૃષ્ટિ અને પુત્રભાવની અનુભૂતિ કે યાદ આવી જાય વેદ્કાલિન ઋષિ જેને ‘માતા ભૂમિ પુત્રોહમ પૃથીવ્યા’ કહી પૃથ્વી સુક્ત રચ્યું !!! -Dilip-દિલીપ ગજ્જર

12 thoughts on “૭૦ કારણો-પૃથ્વીને ચાહવાના-આદમ ઘોડીવાલા

 1. દિલીપભાઈ ઘણો સુંદર પ્રયોગ છે..આટલા કારણો ધરાને ગમાડવાના અદમભાઈ જ વિચારી શકે હું એમને ધરાપુત્ર કહિશ..૪૩ મો નંબર નંબર ૧ છે..
  સપના

 2. માતૃભૂમિના રજકણ,ઓજસ,વાતાયન સાથે

  ઊર્મિથી જે જીવ સંકળાય ત્યારે આટલી

  વૈવિધ્ય સભર પંક્તિઓ દિલમાં ગુંજી ઊઠે.

  અભિનંદન…અદમ ભાઈને

  રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 3. આ ‘તન્હા’ તો ગમી ગઈ – લઘુકથાની ગમી’તી એમ જ.
  હવે પ્રયોગ કરવો પડશે.
  પણ એમાં છંદ વિધાન કેવું હોય? બાકી સુવાક્ય અને એમાં ફેર શું?
  આદમ ભાઈને પૂછીને માર્ગદર્શન આપશો તો આભારી થઇશ.

  શ્રી સુરેશભાઈ, આપની વાત મુજબ અદમ ભાઈએ જણાવ્યું અને ‘તન્હા’ લઘુ કાવ્ય પ્રકારની વિશેષ માહિતી તેમને મને આપી જે અગ્રસ્થાને રજુ કરી જેથી જેને આ કાવ્ય રચના કરવી હોય કરી શકે.
  Dilip Gajjar

 4. બહુજ સરસ! ધન્ય છે કવિ ને અને તેની કલ્પના ને..હવે ખબર પડી કે ધરતી ને માં કેમ કહેવામાં આવે છે
  આવી સુંદર કવિતા સહારે કરવા બદલ ધન્યવાદ!
  સુભાષ ઉપાધ્યાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s