ખાલિપાનું જ રણ

SabharSwikar

જિંદગીના ઘાવ ના શિરપાવની 
નાં કશીયે ધૂપની  કે છાંવની 
વાત બે પળની ક્ષણિક સહવાસમાં 
આવ કરીએ વાત થોડી હુંફની 
*******
છીછરાં સંસારમાંથી બ્હાર  થોડા આવીએ
સાગરોના તાગને તટપર રહી શું  માપીએ
પંકમાં ખુપ્યા પછી નખશીખ ખરડાયા  પછી
કોક ‘દિ  તો મળમહીં  જીવન કમલ ખીલાવીએ
ગઝલ
શહેરમાં દૂર તક  ખાલિપા નું જ રણ 
ભોગની મહેફીલે ભાવનું ક્યા શરણ ? 
રાજપથ હાંફતું  દોડે ઇચ્ચ્છા હરણ
કામનાપૂર્તિ વશ ઇશનું  લઇ શરણ 
શિર સાટે કહો કોણ સાહસ કરે ?
સાવ સુની પડી કેડી ઝંખે ચરણ ! 
આવતું ક્યાંથી તે  જાય છે  ક્યાં  સુધી 

મિત્રના સ્નેહનું અસ્ખલિત આ ઝરણ !
આંખ ખોલું સુરજ આંખ મીંચું તમસ 
રોજનું આ  જીવન રોજનું છે મરણ  
સંત કે સાધુ બે બાજુઓ સિક્કાની
કોણ દ્વંદો પરે સત્યનું લે શરણ ? 
કોણ તે પાર જઇ 
બેય થી પર થઇ  સત્યનું  લે શરણ  
જે કિનારે ઉભા તે સુરક્ષિત રહે 
ડૂબતા આવડે પામતા તે તરણ
-દિલીપ ગજજર 
સાભાર સ્વીકાર, સર્જકોને અભિનંદન
કેડી ઝંખે ચરણ -નવલિકા સર્જિકા : નયના પટેલ, લેસ્ટર, યુ.કે 
વાત બે પળની, વાત થોડી હુંફની, લઘુ લેખ, સ્નેહા પટેલ, અમદાવાદ 
ભક્તિભાવના ઝરણાં, દૈવી રચનાઓ ડો ચન્દ્રવદન મિસ્ત્રી, કેલીફોર્નિયા, યુ. એસ
શબ્દોને પાલવડે, કાવ્ય સંગ્રહ, દેવિકા રાહુલ ધ્રુવ 
ગઝલ ઉત્સવ , ગઝલ ઉપનિષદ, ઓડીઓ સીડી, ગઝલ પાઠ અને આસ્વાદ 
કેડી ઝંખે ચરણ અને ભક્તિભાવના ઝરણાં આવરણ : દિલીપ ગજજર 
 

7 thoughts on “ખાલિપાનું જ રણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s