ભક્તિભાવના ઝરણાં

BBZ2

 

આત્મિય ચન્દ્રવદનભાઈના તેમના સીત્તેરમાં વર્ષ નિમિત્તે પ્રકાશિત “ભક્તિભાવના ઝરણાં” પુસ્તકમાં તેઓએ ૧૬૦ જેટલા ભક્તિ અને અધ્યાત્મ સભર કાવ્યો રજુ કર્યા છે. ઉપરાંત આ પ્રકાશન ની વિષેષતા એ છે કે રચનાઓ શબ્સસઃ ગુજરાતી અંગ્રેજીમાં ટાઈપ કરી તેનો ભાવાર્થ પણ તેઓએ ટૂંકમાં સમજાવ્યો છે. અને ખાસ તો આ પુસ્તકનો ઉચ્ચ હેતુ જે ગુજરાતી ભાષા સાચવવાનો છે તે બહુ મહત્વની વાત છે. તેમની દિકરીઓ આ ગુજરાતી રચના સમજી સ્ગકે માટે તેઓએ સ્વયં ભાષાંતર કરી પ્રકાશિત કરી છે. મને આનંદ એ વાતનો છે કે આ પુસ્તકનું દીઝાઈન ટાઈપસેટીંગ્સ અને પ્રીંન્ટીગ કાર્ય કરવાનો મોકો તેમને આપ્યો. તે માટે હું તેમનો આભારી રહીશ..ઉદાર હ્રુદયે તેમને મને ૩૦ જેટલા પુસ્તકો આપ્યા છે તે યોગ્ય વ્યક્તિઓને ભેટ આપનાનો પ્રયત્ન કરીશ.તેમના આ સંગ્રહને અંતઃકરણપૂર્વક આવકારું છું અને આપની સમક્ષ તેમાં જે સ્વરચિત મુક્તકો છે તે રજુ કરું છું

 

 

સરળ ને સાફ અંતર થી વહે છે ભાવના ઝરણાં

કરે પાવન પ્રેરક સૌના દિલ સદભાવના ઝરણાં

નહીં પહોંચી શકે જ્યા શબ્દ વાણી બુધ્ધિચાતૂર્ય

વહાવે ચન્દ્રવદન પ્રિત્યાર્થે ભક્તિભાવના ઝરણાં

*******

દિકરીઓ ચાર સંસારે ઊછળતાં વ્હાલનો દરિયો

કમુ ને ચન્દ્ર વદને ભાવ કેરી ભરતી લાવે છે

સીમાઓ દેશની કે કાળ ની નથી જેને કદી નડતી,

સતત નિસ્વાર્થ વારિ વ્હાલનાં જગમાં વહાવે છે>

*******

હરિવર સાથે હૈયાં જોડી છોડી સઘળી માયા

હૈયાને ઉંડાણે પ્રગટ્યાં ભક્તિભાવના ઝરણાં

મારી શક્તિ ભક્તિ તારી ભવસાગરની નૌકા,

પાર કરી દે શ્વાસોચ્છ્વાસે નામ સ્મરણની રટણાં

*******

-દિલીપ ગજજર. લેસ્ટર

 

20 thoughts on “ભક્તિભાવના ઝરણાં

 1. આદરણીય ચંદ્રવદન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન માં સરસ્વતી ની કૃપા હમેશા રહે આ મુક્તકો ખુબ જ સરસ છે હયા ને ઊંડાણે પ્રગટ્યા ભક્તિ ભાવ ના ઝરણા। ….ખુબ જ ઉમદા આભાર સહ શુભેછા

 2. Dilipbhai,
  So nice of you to publish this Post & inform the BlogJagat about this Book Publication.
  Nice Photo as you show the Book with its Cover.
  As you plan to give this book to others….may be they after reading it VISIT your Blog & read this Post again & share their views.
  I thank Bharat Sachania for the 1st Comment.
  I shall be back to read other comments too !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for recent visit/comment on Chandrapukar.
  Please DO come back !

 3. This was an Email Response after reading this Post>>>

  vinodbhai patel
  To Me
  Today at 1:10 PM

  દિલીપભાઈએ આપના પુસ્તક ભક્તિભાવનાં ઝરણાંનો સરસ પરિચય કરાવ્યો છે .આપને આ આ પુસ્તકને લોકભોગ્ય બનાવા માટે અભિનંદન .

  ડોક્ટર સાહેબ, સુકાવા ના દેતા આ ઝરણાં

  સદા વહેતાં જ રાખજો તમારાં આ ઝરણાં

  ભક્તિભાવ છે જ્યાં સુધી છે તુજ અંતરમાં

  ત્યાં સુધી વહેતાં રહેવાનાં જ છે આ ઝરણાં

  વિનોદભાઈ

 4. Response of Himatbhai Joshi.

  On Saturday, August 16, 2014 12:42 PM, himatlal joshi wrote:

  ચંદ્ર વદન ભાઈ તમારી માતૃ ભાષા ની પ્રભુ પ્રત્યેની પ્રેમ લાગણી હંમેશા ટકી રહે ..અસ્તુ

 5. waah dilipbhai…વાહ દિલીપભાઈ તમે અને ચંદ્રવદનભાઈએ પ્રેમથી અને મજાથી કરેલ આ કામ ચોકક્સ બહુ જ સફળ થશે..બહુ આગળ જશે. આમ જ પ્રસન્નતા વેરતા રહો – વહેંચતા રહો. આપ બંનેને દિલથી શુભેચ્છાઓ.

 6. દીલીપભાઈ,

  પહેલા આવ્યો હતો.

  ફરી આવીશ એવું કહ્યું હતું.

  તો….મેં મારી “પ્રોમીસ” રાખી.

  પધારી અનેકના પ્રતિભાવો વાંચી ખુબ જ ખુશી.

  દરેકને તમે જવાબો આપ્યા.

  આજે..હું સૌનો આભાર માનું છું.

  હવે પછી જે કોઈ આવી પોસ્ટ વાંચી પ્રતિભાવ આપશે તેઓને મારો આનંદભર્યો આભાર !

  ….ચંદ્રવદન

 7. જ્યાં સુધી મનમાં ભાવ અને દિલમાં ભાવ -ભક્તિ ભાવ છે ત્યાં સુધી તમારી કલમે

  ભક્તિભાવનાં ઝરણાં તો વહ્યા કરવાનાં અને લખાતાં રહેવાનાં જ ચન્દ્ર’ભાઈ .

  આપના આ પુસ્તકનો ગુજરાતી નહી જાણનાર પણ લાભ લઇ શકે એવી સગવડ

  કરવા માટે અભિનંદન .

  આપના આ નવા પ્રયાસને સફળતા મળે એવી શુભેહ્છાઓ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s