બહેન ભાવની છે

भात्रूस्नेहेन ्त्वम स्नीग्धा भात्रू गौरव कांक्षिणी I
भक्तिस्वरुपीणी  साक्षात भगिनि त्वां नमाम्यहम II ભાવાર્થઃ ભાઈનો સ્નેહ જેનામાં ભરપૂર છે અને હંમેશા જે ભાઈનું ગૌરવ વાંછે છે એવી સાક્ષાત ભક્તિસ્વરુપીણી બહેન તને હું વંદન કરું છું

સ્ત્રી તરફ ઉન્નત નજરથી જોવું સદવિચાર છે 

રાષ્ટ્ર સામે ભોગથી જોવું તે ભ્રષ્ટાચાર છે 

ત્યાગ યા તો ભોગ ને સ્થાને સમર્પણ ભાવ હો 

એ જ તો ભક્તિ અને વિકાસનો આધાર છે 

Ghazal

હજારોમાં છે તું  બહેન ભાવની છે

શીતલ ચંદા કેરી શીતલ ચાંદની છે 

રહી પંકમાં પણ ખીલે જેમ નલીની 

વહે ગંગ સમ  તે જગત પાવની છે 

શુભાશિષ વહાવે એની બેય આંખો 

મધુરરસ સુધારસ સદા પાયીની છે 

સદા ભાઈ કાજે દિલે ભાવ ભરતી 

હરિરસના સતસંગની દાયિની  છે

ભલુ ભાઈનું તું તો ચાહે છે હરદમ
તને જોતા લાગે મૂરત ત્યાગની છે

દુરિતને પલકમાં તે પલટાવી નાંખે
બહેન મારી સાત્વિક સ્વભાવની છે

એની રક્ષામાં સ્નેહ સાચો દિશે છે 

દિલીપભાઈની પ્રેરણાદાયિની છે 

-દિલીપ ગજજર
રક્ષાબંધન, શ્રાવણી પૂર્ણિમા  ૧૩.૮.૨૦૧૧
Celebrating Spirit of Independence,…Hum Hindustani
with SWAR TARANG’s 8 singer togather !

6 thoughts on “બહેન ભાવની છે

  1. દિલીપભાઈ આપશ્રી એ ખુબજ સારી રચના પીરસી છે.રક્ષાબંધન અને તેની સાથે રાષ્ટ્ર ની ભાવના નો આ સંગમ એજ ભક્તિ નો સાચો વિકાસ છે.ભાઈ બહેન નો આ પવિત્ર ઉત્સવ બહેન ના પ્રેમ ની ગંગા વહેવડાવે છે.સુભેછા સહ.

  2. શ્રી દિલીપભાઈ
    પ્રેમના બંધન ,વતન અને બહેનને આપે ભાવભર્યા કવનથી મહેકાવી દીધા.
    સુંદર ભાવ છલકતી ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. પિંગબેક: બહેન ભાવની છે | | GujaratiLinks.comGujaratiLinks.com

Leave a comment