શ્રી રામ બોલો !

new_pa2-128x1501

કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રાણ જાતા દેહનું શું કામ બોલો

ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો,

ના બગલમાં છૂરી રાખી રામ બોલો

સંસ્કૃતિની લાજ જગથી જાય ત્યારે

મૂલ્ય અર્થી નીકળે શું રામ બોલો

કળજુગે હેરાન છે શ્રીરામ ભક્તો

રાવણો દે ત્રાસ ગામેગામ બોલો

સંગ કરતાં જીન્દગીભર સંત સમજી

નીકળે શેતાન તો અંજામ બોલો

સંપત્તિ શકિત વધે ત્યાં શીલ ગાયબ

થાય ધાર્યુ રાક્ષસી પરિણામ બોલો

પદ પ્રતિષ્ઠા વિત્ત રાજ્ય ત્રણ તજ્યા

હો કશૂ એવું કર્યું તે નામ બોલો

શ્વાન રાજા થઈ ઉકરડે જઈ ચડ્યાં

પોલ ખોલી શું મળ્યું ઈનામ બોલો

પાઠ પોપટ ટેવ પણ ભારે પડી ગઈ

મુક્ત ગગને ઉડશે ખુલે આમ બોલો

હરજગે શિર ટેકવાથી નહિ મળે તે

રામરાવણ જય ! ભલા શું કામ બોલો

વીરભક્ત હનુમાન થઈ લંકા જલાવો

સત્યનો થાશે વિજયતેતરામ બોલો

રક્ષવા મા ભોમ ભાષા થા ઉભો

એક થઈ આરામ છે હરામ બોલો

હા, સ્વધર્મે મૃત્યુ શ્રેયસ્કર દિલીપ

હરપલે જીવન સતત સંગ્રામ બોલો

જય શ્રી રામ


3 thoughts on “શ્રી રામ બોલો !

 1. કળજુગે હેરાન છે શ્રીરામ ભક્તો

  રાવણો દે ત્રાસ ગામેગામ બોલો

  સંગ કરતાં જીન્દગીભર સંત સમજી

  નીકળે શેતાન તો અંજામ બોલો
  by Dilip Gajjar

  Appreciation all the way for such couplets-

  Siraj Patel “Paguthanvi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s