આ જગતમાં જ્ઞાન જેટલું પવિત્ર કશું નથી. ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ વિદ્યતે.જે જ્ઞાન આપે તે ગુરુ છે. આપવું- શબ્દ સાંકેતિક છે..ખરેખર તો આપણી અંદર રહેલી જ્ઞાન જ્યોતને જ તે ઢંઢોળે…આગળ આવી ગયેલ અંધકાર અવરોધ દૂર કરવા પદ્ધતિ બતાવે…એક વાર સાચા શિષ્ય બની જવાય તો ગુરુ આપમેળે જ મળી રહે છે પછી શરુ થઈ જાય છે પ્રેરણાના અનન્ત સ્રોતો ! આ પ્રેરણા આપણને વૃક્ષ, પશુ ,પંખી, બાળક, પુરુષ, સ્ત્રી, ભાઈ, બહેન માતાપિતા, વિત્ત ,વસ્તુ, સર્વત્ર જગ્યાએ થી મળે છે. ગુરુનું ગુરુત્વ અણમોલ છે તો શિષ્યનું શિષ્યત્વ પણ. સાચા ગુરુ અને સાચા શિષ્ય મળવા એ બહુ દુર્લભ વાત છે મેળાપ તો થાય છે પણ સંયોગ નથી થતો. સાચા ગુરુ માત્ર મધ્યસ્થી, માધ્યમ બની રહે છે, કૃષ્ણ જેમ..શિષ્યને માર્ગદર્શન આપી ખસી જાય છે..પોતાને સર્વસ્વ નથી ગણતા પોતાને ઈશ્વર નથી કહેતા અને પોતાની પૂજા પણ નથી કરાવતાં…આજે લેસ્ટરમાં એક ગુરુની પૂજાનું આયોજન થયું છે જ્યાં તમે નખશીખ તેમની પૂજા કરી શકશો…!!! આ ગુરુ એક્સપોર્ટ ક્વોલીટીના છે..તમારી જરુરિયાતની પૂર્તિ કરે તેવા છે ડીમાન્ડ અને સપ્લાયના વ્યવસાયિક રુલ મુજબ ! બીજા એક ગુરુ ધનવાનોની શાંતિ માટે લક્ઝરીયશ ક્રુઝમાં દરિયામાં સહેલગાહ કરવાના છે ધન હરવાના ..અરે સોરી…યજ્ઞ કરવાના છે ! તેમના ભાવતાલ ચોક્ખા છે જુદા જુદા છે..તે વિધિ મુજબ… સામાન્ય માણસ માટે નહિ…કર્મકાંડીઅઓની જિવીકા માટે આ બધુ છે તેવું પુર્વે કહેવામાં જ આવ્યુ છે…મુઢ ધાર્મિકો કર્મકાંડ અને જ્ઞાન નો તફાવત નથી સમજતા. બહવો ગુરવો લોકે શિષ્ય વિત્તાપહારકઃ… સાચા ગુરુ તો, મૈ અકેલા હી ચલા થા જાનિબે મંજિલ મગર, લોગ આતે ગયે ઔર કારવા બનતા ગયા..તેવા છતાં ય ભીડથી અલિપ્ત હોય છે.. બુદ્ધે અંતે શિષ્યોને કહેલું કે,પોતે જ પોતાનો આત્મદીપ થજો,પોતાનામાં જ તેને ( પ્રભુ-આનંદ) જોજો… તેના પ્રકાશમાં જ માર્ગ જોજો,પોતાના જ પગભર રહી ચાલજો, ત્યારે મૂઢ શિષ્યો એ કહ્યું કે તેવી તકલીફ શા માટે ? અમે તો તમારા જ જ્ઞાનના પ્રકાશથી કામ ચલાવશું..તમને જ ભગવાન ગણીશું…તમારા જ પગમાં પડીશૂં..તમારા જ રસ્તે ચાલીશું.. ઘણા વરસો પછી જેમના કરોડો અનુયાયી છે તેવા એક અનુયાયીના ઘરમાં તેમના ગુરુના મલકતા મુખવાળા ફોટાની બાજુમાં લખેલું, હમ આપકે હી પ્રકાશમેં દેખેંગે, આપકે હી માર્ગ કો અપના માર્ગ માનકર ચલેંગે…આપકે હી જીવનમેં અપને જીવનકા દર્શન કરેંગે..!!! જે સત્તા સંપત્તિ અને વાસનાના પવનથિ ફૂ કરી ઉડી જાય તે લઘુ છે ગુરુ નહિ…. સ પૂર્વેષામપિ ગુરુ કાલેનાઅવચ્છેદાત…કાળ જેને છેદી શકતો નથી તે જ સાચા ગુરુ છે અર્થાત પરમાત્મા સિવાય કોણ ? આજે ગુરુપૂર્ણિમાના દિવસે સદગુરુને વંદન.
બુદ્ધે અંતે શિષ્યોને કહેલું કે,પોતે જ પોતાનો આત્મદીપ થજો
This is my favorite sentence of BODHA.
real light to show us path of life.
,પોતાનામાં જ તેને ( પ્રભુ-આનંદ) જોજો… તેના પ્રકાશમાં જ માર્ગ જોજો,પોતાના જ પગભર રહી ચાલજો, ત્યારે મૂઢ શિષ્યો એ કહ્યું કે તેવી તકલીફ શા માટે ? અમે તો તમારા જ જ્ઞાનના પ્રકાશથી કામ ચલાવશું..તમને જ ભગવાન ગણીશું…તમારા જ પગમાં પડીશૂં..તમારા જ રસ્તે ચાલીશું.. ઘણા વરસો પછી જેમના કરોડો અનુયાયી છે તેવા એક અનુયાયીના ઘરમાં તેમના ગુરુના મલકતા મુખવાળા ફોટાની બાજુમાં લખેલું, હમ આપકે હી પ્રકાશમેં દેખેંગે, આપકે હી માર્ગ કો અપના માર્ગ માનકર ચલેંગે…આપકે હી
Thanks to share great thoughts on this aspicious Day.
let me also add…
નમસ્તે.આપના બ્લોગ પર ઉમદા વિચારની સરવાણી વહેતી અનુભવી અને આનંદ થયો.
આપને અનુકુળ હોયતો વાણી કલ્યાણી ના નામે થોડી ગુરુ પ્રસાદી આપને મોકલું અને યોગ્ય લાગે તો સ્થાન આપશો.
કેવળ ગ્યાન….
આત્મા જડે એવો જ નથી કોઈને,ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો.જગતે જે આત્મા માન્યો છે,તેવો આત્મા નથી.આત્મા સંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે.શાસ્ત્રોમાં આત્માનું શબ્દગ્યાન આપેલું છે તે સંગ્યા ગ્યાન આપેલું છે.જો સંગ્યા સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય
અને છેવટે કેવળ ગ્યાન થાય.કેવળ ગ્યાનમાં પૂર્ણ ફોડ હોય.
આ જગતમાં જે કંઇ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પોષાય, છતાંહું
કંઈ જ કરતો નથી, એવો જે સતત ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે અને એ સમજ રહેવી તે કેવળ ગ્યાન છે.
સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)
લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:
.. બુદ્ધે અંતે શિષ્યોને કહેલું કે,પોતે જ પોતાનો આત્મદીપ થજો,પોતાનામાં જ તેને ( પ્રભુ-આનંદ) જોજો…
And that line touches me the most !
Guru-Tatva is Great…but who is that REAL GURU ?
When one searches the Soul then you can see that Guru is the PARMATMA !
Chandravadan ( Chandrapukar ) http://www.chandrapukar.wordpress.com

સુંદર અભિવ્યક્તિ.
સરસ. ગુરુદેવો ભવ.
લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:
દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009
.. બુદ્ધે અંતે શિષ્યોને કહેલું કે,પોતે જ પોતાનો આત્મદીપ થજો,પોતાનામાં જ તેને ( પ્રભુ-આનંદ) જોજો…
And that line touches me the most !
Guru-Tatva is Great…but who is that REAL GURU ?
When one searches the Soul then you can see that Guru is the PARMATMA !
Chandravadan ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com