બાણપણનો ફોટો..માખણ મિસરી લૂટાવતો ફોટો રજુ કરું છું જે વોટર કલરથી પાંચ ફૂટ જેવી સાઇઝ્માં દોરેલ છે..જેવુ આવડે તેવો..ખુબ ત્વરાથી અડધાથી પોણા કલાકમાં તો પુરો….પણ સોળ સોળ વરસથી નજર સમક્ષ રહે છે…ચિત્રકર્તા નથી દેખાતો પણ કાનુડો જ દેખાય છે….
કાનૂડાનો આ ફોટો વોટર કલર, એરબ્રશની સહાય વડે દોરેલ..પ્રથમ ગ્રાફ દોરી પેન્સિલથી એન્લાર્જ કરેલો..આજે પણ તે ઘરની શોભા વધારી રહ્યો છે ઘણા સ્નેહીજન મિત્રોની પ્રશસ્તિ પામેલ છે..અમુક મિત્રોએ તો તેની પ્રત માંગી તો મેં રાજીખુશીથી આપી છે…વિશેષ તો જન્માષ્ટમીના દિવસે જ આ કાનૂડો દોરેલ..ત્યારે જે વાત બનેલ તે યાદ રહી જાય છે..જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે સ્ટેજ પર આ કાનૂડો રાખવા માટે એક મિત્ર મને લેવા માટે આવેલ.. મિત્ર તો જોતાવેત જ બોલી ઉઠ્યા અને શરત મૂકી કે હું પ્રોગ્રામ પછી ઘરે લઈ જઈશ…ત્યારે અમારી પાસે કાર નહોતી અને સંતાન પણ….જેવો કારમાં લઈ જવા દરવાજો ખોલ્વા વોલ્વો કારનું હેન્ડલ પકડ્યું કે હાથમાં આવી ગયું…તો અમે તો આશ્ચર્ય જ પામ્યા પછી પાછળના દરવાજો ખોલવા હેન્ડલ ખેંચ્યું તો તે પણ હાથમાં..આમ થવાથી હું મારી પત્ની અને મિત્ર તો અવાક થઈ ગયા..એમ થઈ ગયું કે આ કાનૂડાને બહાર નથી જવું….પ્રોગ્રામમાં સ્ટેજ પર ગોઠવેલ ત્યારે અમે મનોમન નક્કી કરલું કે આ કાનૂડો આપણા ઘરે જ રહેશે…પાછા ફરતાં લીફ્ટ માટે બીજી કારની વ્યવસ્થા કરી…જેની કારમાં બેઠા તે કાર પણ થોડી વાર પછી રસ્તામાં બંધ થઈ ગઈ !!!…હું જો કે કોઈ ચમત્કારમાં નથી માનતો..આપણી આંખ સામે છે તે જ જગત અને જીવન જ મને તો ચમત્કારથી ઓછું નથી લાગતું પછી અન્ય તો શી વાત કરવી ? પછી તો અએમ બન્યું કે અમારા લગ્નજીવનના પાંચ વર્ષ પછી આજ સમયાવધિમાં બાલક રહ્યું અને બાલિકારુપે પામ્યા તે અમારી યોગિશા પણ આજે આ કાનૂડાના ચિત્ર જેટલી જ થઈ છે..
કૃષ્ણ પારકા નથી લાગતા પોતિકા લાગે છે, અન્જાન નથી લાગતા સ્વજન લાગે છે, આજે પણ આઉટડેટ નથી લાગતા. ઉપદેશક કરતા સંદેશ દેતા સખા લાગે છે…પ્રત્યેક સાથે જોડાઈ ગયા છે માટે જ તે કંને કંઈ લાગે છે..આ જોડવું જ જાણે કે યોગ છે..માણસ માણસ સાથે વૃક્ષ વનસ્પતિ સૃષ્ટી સાથે જોડાય તો ? જરુરી નથી યોગના અટપટા આસન કરે છે કે નહિ…આ યોગી કયા આસનમાં બેઠેલા જણાય છે ? કદી ઉભેલા તો કદી, રમતા, તો કદી ગોપી સાથે પગ ચઢાવી વાંસળી વગાડતા દેખાય છે..સહજયોગી છે..આજે તો કહેવાતા ધાર્મિક માણસો તમને ઢગલાબંધ પ્રશ્નો પૂછવા લાગશે..કેટલા વાગે ઉઠો..કયા આસન કરો..પ્રાણાયમ કરો છો ? પ્રાર્થના કરો છો ? શું ખાઓ છો ?..ગીતાનું પારાયણ કરો છો ?..કેવું જીવન જીવાય તે અગત્યનું છે…ચૈતન્ય, સ્ફૂર્તી અને ઉત્સાહ કેટલાં છે તે જરુરી છે..જીવન ઉત્સવમય સંગીતમય આનંદમય છે ત્યાં કૃષ્ણ નાચે છે જ…
JAYSHRI KRISHNA
VERY NICE PICTURE AND ITS STORY.
your heart is full of love and feelings and
as innocent as child.
Enjoyed.
Ramesh Patel(Aakashdeep)
જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છા…..
સુંદર ચિત્ર.
જન્માષ્ટમીની ખુબ શુભેચ્છા…I liked the picture too! Bina Trivedi