દીપની જ્યોતે તમસ ભાગી જશે -દિલીપ ગજજર

દીપાવલિ ઉત્સવ સપ્તક નિમિત્તે સર્વે મિત્રોને લેસ્ટરર્ગુર્જરીના અભિનંદન !

Diwali-muktakદીપની જ્યોતે તમસ ભાગી જશે

સૂર્યનું સંતાન  પથ  ભાળી જશે

સાચવો જીવન સકલ અજવાળશે

છેડશો જો દીપ, સળગાવી  જશે

સત્યનો દીપક ગ્રહી લે રાતભર

પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

પ્રેમભાવો દિલથી ચાલી જતા

રાગદ્વેષો ઘર પછી બાળી જશે

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો

ભ્ર્ષ્ટ માર્ગે કોઈપણ વાળી જશે

ચૂપ રહી અન્યાય જો સહેતા રહો

વૃત્તિ રાવણિયા  બધે વ્યાપી જશે

રાત કાળી  જૂલ્મની લંબાઈ ગઈ

કૃષ્ણ   નરકાસૂરને    મારી  જશે

ભાઈ મારા, જો રહે લડતા સતત,

તે’દિને   દીપાવલિ  ચાલી  જશે

માનવી લાચાર ભૂખ્યો ના સૂએ

તે’દિને  દીપાવલિ  દીપી  જશે

વ્યાસ  ઉંચો સાદ દઈ  પોકારતાં,

કોઈ  તો હજ્જારમાં  જાગી જશે

વર્ષ  બેઠું  તું  કદી   ના  બેસતો,

જીન્દગી સંકલ્પ બદલાવી જશે

રાત આખી વાટ સંકોરી ‘દિલીપ’

પૂર્વ-સંધ્યા   જોઈને  પોઢી  જશે

-દિલીપ ગજજરhappy-diwali1

May you be blessed with Happiness and well being to last thruogh the Year. Happy Diwali

Both Illustration  by Dilip Gajjar

15 thoughts on “દીપની જ્યોતે તમસ ભાગી જશે -દિલીપ ગજજર

  1. ્દિપાવલી મુબારક.
    વર્ષ બેઠું તું કદી ના બેસતો,
    જીન્દગી સંકલ્પ બદલાવી જશે
    ખૂબ સરસ પ્રેરણાદાયક ગઝલ!!આજે નવુ પ્રભાત જરુર ઉગશે નવાં સંકલ્પો સાથે…
    સપના

  2. આખી ગઝલ કાબિલેતારીફ છે પણ કેટલાક શેર તો અફલાતુન છે.

    ભાઈ મારા, જો રહે લડતા સતત,
    તે’દિને દીપાવલિ ચાલી જશે
    માનવી લાચાર ભૂખ્યો ના સૂએ
    તે’દિને દીપાવલિ દીપી જશે

    વાહ બહુ સરસ ભાવના છે. અને આ ત્યારે જ શ્ક્ય બને જ્યારે દરેક જણ નવું વર્ષ બેસે ત્યારે ભાઈચારા અને સમાનતાના નવા સંકલ્પ લઈ ઊઠે.

    વર્ષ બેઠું તું કદી ના બેસતો,
    જીન્દગી સંકલ્પ બદલાવી જશે

    દિવાળી અને નવા વર્ષની શુભકામના.

  3. Dear Diliphai,
    અાપની અભિનંદન પાઠવવાની અદા દાદ માગી લે તેવી છે.
    નવા ઢાંચામાં ઢાળવાની અાપની કલા અને સર્જન શક્તિ
    કોમ્પ્યુટર યુગની શાન છે.
    અાપને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન.
    લિ. જ્યોત્સનાબહેનના જય ગુજરાત-તી

    Thanks to Editor of Gujarat Samachar
    and all friends and writers with Happy Diwali

  4. દિલીપભાઈ,ખુબ જ સરસ લાજવાબ ગઝલ.

    વ્યાસ ઉંચો સાદ દઈ પોકારતાં,
    કોઈ તો હજ્જારમાં જાગી જશે

    વર્ષ બેઠું તું કદી ના બેસતો,
    જીન્દગી સંકલ્પ બદલાવી જશે

    રાત આખી વાટ સંકોરી ’દિલીપ’
    પૂર્વ-સંધ્યા જોઈને પોઢી જશે

    એકવાર નિરાશ થયેલાં વ્યકિતને બધું જ નિરાશામય પ્રાપ્ત થાય છે. અને એકવાર જાગેલી ઉમીદને ઝડપી લેનાર અને હિંમત રાખનારને ઈશ્વર પણ મદદ કરે છે, હિંમતે મર્દા તો મદદે ખુદા!! આશા અને ઉમીદ આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક બળ છે. આ પ્રેરકબળ આપણે આખા વર્ષ દરમિયાન મળતું રહે અને દિવાળી ની રોશની સદા આપણાં જીવનમાં ઝગમગાતી પ્રકાશ રેલાવતી રહે તે માટે જ આપણે આ સપરમ દિવસો માં દિવડાં પ્રગટાવતાં હોઈએ છીએ, આ પ્રકાશ અપણાં મનનાં અગોચર ખૂણાં સૂધી પહોંચવો જરૂરી છે, તો તે તમને આખું વર્ષ રોશની આપતો રહેશે, બસ મારી આ જ અંતરની અભિલાષા છે કે આ આશા રૂપી કિરણ અને પ્રકાશ સદા તમારા જીવન અને મનને પ્રકાશતો રહે અને તમારા અધૂરાં રહેલાં કાર્યો આ નવા વર્ષે પરી પૂર્ણ થાય તેવી સૌ વાચક મિત્રોને શુભેચ્છા.Happy Diwali & Happy New Year To You & Yours Whole Family!

  5. વર્ષ બેઠું તું કદી ના બેસતો,
    જીન્દગી સંકલ્પ બદલાવી જશે
    રાત આખી વાટ સંકોરી ’દિલીપ’
    પૂર્વ-સંધ્યા જોઈને પોઢી જશે
    -દિલીપ ગજજર

    Happy happy.see you again and again.

    Wish you prosperous New year.

    Ramesh Patel(Aakashdeep)

  6. માનવી લાચાર ભૂખ્યો ના સૂએ
    તે’દિને દીપાવલિ દીપી જશે
    વર્ષ બેઠું તું કદી ના બેસતો,
    જીન્દગી સંકલ્પ બદલાવી જશે

    Very impressive message to the community by Dilip Gajjar on this auspicious occassion of Dipawali.
    NutanVarshabhinandan(Vikram Samvat 2066) to all.
    Siraj Patel “Paguthanvi”
    Secretary
    Gujarati Writers’Guild-UK (Estd 1973)

Leave a reply to jjkishor જવાબ રદ કરો