રસ્તે મળી’તી રોશની ઝંખવાઈ ક્યાં ગઈ

મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું એક ગઝલ જે હાલમાં જ આ માસના તમન્ના માસિક માં કવિતાની કેડીએ વિભાગમાં તંત્રી તુરાબ આઝાદ દ્વારા પ્રસિદ્ધ થઈ છે. તેઓ મને તમન્ના પરિવારના મિત્ર તરીકે અપનાવે છે માટે ખુબ આનંદ થાય છે આપ પણ ચાહો તો આ સાહિત્યનું માસિક બંધાવી શકો છો અને આપણી ગુર્જરીનું જતન કરી શકો છો.આ જ અંકમાં અન્ય સાહિત્યમિત્ર સપના વિજાપુરાની પણ ગઝલ રજુ થઈ છે તેમને પણ અભિનંદન પાઠવું છું તેઓ તમન્ના નિયમિત મંગાવે છે અને વાંચે છે.ગત માસે જ તમન્ના કાર્યાલયે  કૃષ્ણ દવે સાથે જવાનું થયેલું ત્યારે ત્યાંના કવિ મિત્રો  અને શ્રોતાઓ વચ્ચે કાવ્યપાઠનું આયોજન તેઓએ કરેલું  તે પણ આ અંકમા દર્શાવેલ છે તે અત્રે રજુ કરુ છું આ ઉપરાંત અમે બન્ને શ્રી તુરાબ હમદમની  મહેમાનગતિ અને પ્રેમભાવથી પરિપ્લાવિત થયાં હતા જે  કદી ભૂલી શકાય તેમ નથી. ખરેખર તો આ તેમનો સાહિત્યપ્રેમ અને કુતૂબ આઝાદનો ભવ્ય વારસો અને તેમના સેવાકાર્યનો જ જાણે અનુભવ માણ્યો હોય તેમ લાગ્યું.તેઓને મે કવિમિત્ર સપના વિજાપુરાના ‘ખૂલી આંખના સપના’ની ૨૫ પ્રત આપી જે સ્થાનિક કવિઓને ભેટરુપે આપી શકે.

ગઝલ પઠનનો કાર્યક્રમ તા. ૧૯.૬.૨૦૧૦ ને શનિવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ‘તમન્ના’ના ઉપક્રમે લંડનથી પધારેલા કવિશ્રી  દિલીપ ગજ્જર તથા અમદાવાદથી ખાસ પધારેલા કવિશ્રી કૃષ્ણ દવેની કવિતા પઠનનો એક કાર્યક્રમ ‘તમન્ના’ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. બન્ને કવિ મિત્રોએ શ્રોતાઓને રસતરબોળ કરયા હતા. સ્થાનિક કવિ મિત્ર શ્રી શિવજી રુખડા, શ્રી સુલતાન લોખંડવાલા, શ્રી સ્નેહી પરમાર, શ્રી ચન્દ્રહાસ બસિયા તથા શ્રી તુરાબ ‘હમદમે’ પોતાની ગઝલ રજુ કરી દાદ મેળવી હતી.કવિ શ્રી દિલીપ ગજજર તથા કવિ શ્રી કૃષ્ણ દવેનું મેઘાણી સાહિત્ય વર્તૂળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૨.૩૦ કલાકે કવિતા પઠનનો આ સુંદર કાર્યક્રમ સંપન્ન થયો હતો.


ગઝલ

રસ્તે મળી’તી રોશની ઝંખવાઈ ક્યાં ગઈ

ઝ્ળહળ થતી એ જયોત પણ બુઝાઈ ક્યાં ગઈ

તે દૂર તોયે ચીત્તને પરિચીત લાગતી,

મારાથી કોણ જાણે એ શરમાઈ ક્યાં ગઈ

મંજિલ અમારી એક ને સરખી દિશા હતી

મનગમતી વ્યક્તિ રાહમાં સંતાઈ કયાં ગઈ

જેની ઝલક થકી જ ગઝલ પાંગરી હતી,

દઈ દાદ તે અધ મહેફિલે ખોવાઈ ક્યાં ગઈ

દિલથી નવાજી, પૂષ્પથી ઊંચાઈ આપી’તી

જેને મનાવી ભાવથી રીસાઈ ક્યાં ગઈ

આંખોથી ઊતરી જે છબી દિલમાં વસી ‘દિલીપ’

વાચા મળી’તી હોઠને સીવાઈ ક્યાં ગઈ

-દિલીપ ગજજર, લેસ્ટર

14 thoughts on “રસ્તે મળી’તી રોશની ઝંખવાઈ ક્યાં ગઈ

 1. સરસ ગઝલ!અભિનંદન મેગેઝિનમા આવવા બદલ.
  આંખોથી ઊતરી જે છબી દિલમાં વસી ‘દિલીપ’
  વાચા મળી’તી હોઠને સીવાઈ ક્યાં ગઈ
  ખૂબ સરસ પંકતિ૧
  સપના

 2. શ્રી દિલીપભાઈ,
  આપની ગજ઼લ ખુબજ સરસ અને હૃદય સ્પર્શી છે..મજા આવી ગઈ..આપ ખુબજ સારા પોવેટ છો..આપ ની હરેક કાવ્યો ની રચના મધુર અન હૃદય સ્પર્શી હોય છે.. આવી જ રીતે લખતા રહેશો અને પિરસતા રહેશો ઍવી ભાવના સાથે..
  પ્રકાશ સોની.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s