અમને ગમે છે…

મિત્રો આપ સમક્ષ રજુ કરું છું, 
મારા અંતરભાવો ને  ચિત્ર દ્વારા કાવ્ય દ્વારા અને કેલીગ્રાફી દ્વારા આપના પ્રતિભાવો ની આશા સહ…

તમે થાવ મશહૂર અમને ગમે છે 

મધુર છેડતા સૂર અમને ગમે છે 
તમારી ઉપસ્થિતિ તહેવાર લાવે 
હૃદય ભાવ ભરપૂર અમને ગમે છે 
*******
તમે થાવ છો દૂર અમને ગમે ના 
બની જાવ મજબૂર અમને ગમે ના 
સમયની સીમા સૌ તજી આવતા ‘તા 
અગર થાવ મગરૂર અમને ગમે ના 
દીપક મિત્રભાવો ના સંકોરતા ‘તા 
રિસાઈ બનો ક્રૂર અમને ગમે ના 
તમારા વિના સૂની બંસી ને મહેફિલ  
થતા સપનાંઓ ચૂર અમને ગમે ના 
સ્વરો ને તરંગોની દરિયાવ  લહેરો 
ઉમંગો વગર ઊર અમને ગમે ના 


Advertisements

7 thoughts on “અમને ગમે છે…

  1. આદરણીય દિલીપભાઈ આપશ્રી એ ખુબજ સારી રચના ચિત્રો કાવ્ય અને અંતર્ભાવના વડે રજુ કરી છે આ દુનિયા માં જો બધા એવું વિચારે કે બીજા મશહુર થાય તેમાં આનદ આવે તો મહદઅંશે દુનિયા નો બેડો પાર થાય.ઉમંગો વગર ઉર ગમે ના ઉમંગ હોય તોજ તરંગ રંગ લાવે બાકી ઉમંગ વગર ભરતી માં પણ ઓટ આવે.શુભેછા સહ.

  2. પિંગબેક: અમને ગમે છે… | | GujaratiLinks.comGujaratiLinks.com

  3. ભાવ જગત ને શબ્દ અને ચિત્રની કલાથી મઢવાના આપના આ કૌશલ્યને
    ખૂબ ખૂબ અભિનંદન શ્રી દિલીપભાઈ..મધુરું અને વહાલપ ભર્યું.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s