एकम सांख्यं च योगं च
यः पश्यति सः पश्यति-कृष्ण
મિત્રો,
પ્રથમ ઈમેજના કેન્દ્રમાં જે લાલ બિંદુ છે તે એકાગ્ર થઈ ધ્યાનથી જુઓ તો
પ્રથમ બ્લ્યુ સર્કલ દેખાશે પછી વિલીન થઈ જશે અને પુનઃ બ્લ્યુ સર્કલ દેખાશે
આ તો જાણે આ મેજીક ઈમેજની દાર્શનિક કમાલ....પણ,
આજ જાણે કે સાધક કે ઉપાસકને મન પ્રથમ દ્વૈત અને અદ્વૈત અને પુન દ્વૈત...ની રમત
ભ્ક્ત અને ભગવાન જીવ અને શીવ રમતા ન હોય !!
ઉપાસના/ધ્યાનથી ઘણુંબધું શક્ય થાય છે, સમજણ જાગી જાય છે અંતરની
અને ભેદ ચાલ્યા જાય છે મારા તારાના,ધર્મના, સર્વના...
ગરબો પણ આજ વાત નો સૂચક છે કેન્દ્રમાં તુ છે ગરબારુપે ચૈતન્યમયી માતૃરુપી મહેશ્વરી મા
અને પરિધ પર અમે જીવનના વર્તૂલાકારે સંવાદિત બની હારબંધ
એક તાલે ન્રુત્ય કરીએ તને આરાધીએ..
તો હું નુ વિલીનીકરણ થાય ને કફ્ત તું જ મધ્યમાં રહે !
શું આ જ અધ્યાત્મનું રહસ્ય નથી ?
મિલન તારુ ને મારુ લાગે મધુરું
છે અદ્વૈતે આનંદ ના કંઈ અધુરું
અગર કેન્દ્ર મારું त्वमेकं રહે તો
જગત શોભી ઊઠે ભલું ના બુરું છે
*******
છે છીછરું સુખ, દુઃખ ઘડે, આહો હવે ભરતા નથી
આનંદના દ્વારો ઊઘડતા આપણે રડતાં નથી
છે પ્યાર, પ્રકૃતિ પ્રભુ ને મિત્રતા સંગાથમાં,
સ્વાર્થી સગાનો સંગ કંઈ સમજુ જનો કરતાં નથી
*******
तु बनकर यार फिर आयी खुशी पाई जझाकल्लाह
खीले है गुल खीजांमे भी बहार आई जझाकल्लाह
कीया है प्यार तुने पाया क्या मे कुछ नही जानुं
सिवा ईसके कहु मै क्या तु ही छाइ जझाकल्लाह
*******
નાના નાના કારણ દિલડાં જોડે છે
નાના નાના કારણ દિલડાં તોડે છે
કંઈ ખૂટે, રૂઠે, તૂટે કઈ છુટે તો ,...
નાના નાના કર પ્રભુને જોડે છે !
*******
નામ તો ચારે તરફ વંચાય છે
મિત્રતા કયા સર્વથી બંધાય છે
ભૂલથી પણ વાંચીને ઈમેઈલને
જન્કમાં નાખી તે અપસેટ થાય છે !
*******
એક તરફી પ્યાર પણ રહેતો નથી
અન્ય કોઈ યાર પણ રહેતો નથી
જિન્દ્ગી ત્યારે બને છે યંત્રવત,
જિન્દગીમાં સાર પણ રહેતો નથી
*******
મિત્રતા અનમોલ એવું રત્ન છે
ભીડ્માં પણ ક્યાં કદી ખોવાય છે ?
ચિત્ર કેવું દિલમાં દોરી જાય છે
જિન્દગીભર મિત્ર ના ભૂંસાય છે
-દિલીપ ગ્જ્જર
Like this:
Like Loading...
Related
આદરણીય દિલીપભાઈ તમારા દ્વારા મુકાયેલા મુક્તકો ખુબજ વિચારવા લાયક છે દુનિયા માં કહેવાતા ધર્મ ના રખેવાળો લાલ દોટ ની જેમ જ શ્ર્ધાળુઓ ને લુટી રહ્યા છે.ગરબા વિષે ના આપશ્રી ના વિચારો ખુબજ સારા છે.જી માં અંબે.સાચી વાત આપશ્રી એ કરી શુખ ક્ષન ભંગીર છે.દુખ માં આહો ભરતા નથી.આનદ માં છકી જતા નથી સ્વાર્થી સગા કરતા તો દુશ્મનો સારા!!!!! છેલે સાચી મિત્રતા એજ છે જે દુખ માં સાથે ને ને સાથે.
સુભેછા સહ.
સુંદર પ્રેરણાદાયક મુક્તકો
શ્રી દિલીપભાઈ
ચીંતનસભર હૈયું અને મન , એમાં ઘૂંટાતી આ દૈવી રમણા મુક્તક અને
ચિત્ર સાથે આપે પ્રસાદી ભાવથી જગે ધરી હોય એવી ભાવના વર્તાય છે.
માનવ જીવનના ઉદ્દેશ્યને આપે જાણી, સમજી અને એ ઉંચાઈના લક્ષ્ય માટે
સુંદર આહ્વાહન સંત વાણી જેમ કર્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ, પ્રજ્ઞાશુજી, અને ભરતભાઈ આપ સર્વ નો હ્રુદયપૂર્વક આભાર.
દિલીપભાઈ,
આ પોસ્ટ આ એક સુંદર પોસ્ટ છે !
પોસ્ટમાં એક પીકચર જેમાં એક મોટા “સરકલ”માં એક મધ્યમમાં એક નાનું “બિન્દુ”.
એ પીકચરમાં ફક્ત બિન્દુ તરફ નજર રાખી નિહાળતા, સરકલ અદ્રસ્ય થઈ ફક્ત બિન્દુ જ દેખાવું.
આ જ માનવીને મોટો સંદેશ આપે છે !
અહી મનને “સ્થીર” કરવાની શીખ છે.
જ્યારે માનવી મનને સ્થીર કરી શકે ત્યારે એને ફક્ત અત્માની પૂકાર સંભળાય છે.
આ પોસ્ટમાં પ્રગટ કરેલા અનેક મુસ્તકો એટ્લે “શુભ વિચારો”…….. એવા કોઈ પણ મુસ્તકરૂપી “બિન્દુ” સાથે વિચારમાં રહેવાથી કે “મનન” કરવાથી માનવીને “આત્મા” તરફ જવા માર્ગદર્શન મળે છે !
પોસ્ટ ગમી !
…….ચંદ્રવદન
Dilipbhai,
Your Blog has a New Look with you in the woods.
Enjoyed the Post.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog for theVarta !
દિલીપભાઈ,ભુલો સુધારી પ્રતિભાવ મારો વાંચશો,
બનેલા “મુક્તક”નું “મુસ્તક”ને નિહાળી સુધારશો,
અહી હોય ભલે શબ્દભુલ મારી,
ચંદ્ર હ્રદયની વાત તો દિલીપે જરૂર જાણી !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
જિંદગી જ્યારે બને છે યંત્રવત,
જિન્દગીમાં સાર પણ રહેતો નથી ..
વાહ દિલીપભાઈ, સરસ મુક્તકો છે..
લાગે છે નાના પણ મુક્તકો ઘણું બધું કહી જાય છે; શબ્દોની ગાગરમાં ભાવનાઓ છલકાય છે.
Back to your Blog,Dilipbhai.
Old Post & conveying my Greetings for the Diwali..Best Wishes for the New Year too.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog for the Varta Posts !
પિંગબેક: » મુક્તક સપ્તક » GujaratiLinks.com
આદરણીયશ્રી. દિલિપભાઈ
બસ એક જ વાક્ય કહેવું છે મારે…..!
” આપ તો સાહિત્ય જગતનું રતન છો. “
સુંદર મુક્તકો
મિત્રો,
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –