ટૂંકી ટચરક વાત, કબીરા Video

સાહિત્ય મિત્રો, એકાદ વર્ષ પહેલા મને તેમને આપેલી રચના તૈયાર થતાં આપ સમક્ષ રજુ કરું છું કવિમિત્ર ચન્દ્રેશ મકવાણાની તાજેતર માં જ ગવાયેલ પ્રસિધ્ધ રચના.
આશા છે આપને ગમશે. આપના પ્રતિભાવ પ્રોત્સાહક,સૂચન બની રહેશે..

ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના સાત, કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
મારે તેની લાત, કબીરા.

કાપડ છો ને કાણી પૈનું,
પાડો મોંઘી ભાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

With young poet friends, Bhavesh Bhatta,Chandresh Makavana, Anil Chavda, at Babu Khare’s house Kankariya,Ahmedabad. Nov.2011.

26 thoughts on “ટૂંકી ટચરક વાત, કબીરા Video

 1. આપનો પરિચય વાંચ્યો હતો,જાણ્યો હતો, માણ્યો હતો.આપના બ્લોગ પર અવારનવાર રચનાઓ માણી પ્રતિભાવ પણ આપ્યા…પણ આજની રચના આંખ મીચી બે ત્રણ વાર સાંભળી .આનંદ આનંદ થયો.આજે થયું આ જ શુભેચ્છાઓ સહ પરિચયના પ્રતિભાવમા જણાવું…આ જ આપનો સાચો પરિચય છે.
  કોઇવાર તમારી પંક્તીઓ કોઇ પ્રતિભાવમા લખી છે.યાદ….પંક્તિઓ અને તે અંગે આપે ઉગ્રતા દાખવી તે પંક્તિઓ કાઢી નાંખવા કીડી પર કટક મોકલ્યું નથી. આ જ અમારા મિત્રો અને મોટાગજાના પથદર્શકો સર્વશ્રી ડો.રાજેન્દ્રભાઇ,સુરેશભાઇ, ચિરાગભાઇ, અતુલભાઇ, વિવેકભાઇ, ધવલભાઇ, જુ’ભાઇ, ચંદ્રવદનભાઇ, રમેશભાઇ, કે.નરેન્દભાઇ, ઊર્મિબેન, વલીભાઇ,જયશ્રીબેન,જય ભટ,સરયુબેન જેવા અનેકો ના જેમ તમારી ઊદાર દ્રુષ્ટિ આપનો સાચો પરિચય છે.
  લેસ્ટર સાથે તો ટ્વીન સીટી કરાર પણ છે.એટલે બીઝનેસ ની સાથે કલ્ચરલ પ્રોગ્રામ પણ આદાન પ્રદાન થઈ શકે.અમારા દિકરાની વહુ બે વાર આવા પ્રોગ્રામમા આવી છે.દિકરી યામિની પણ આવશે.

  ફરીથી શુભેચ્છાઓ સાથે આવી સરસ પોસ્ટ માટે આભાર સહ.

  • પ્રજ્ઞાંજુજી, સાદર નમસ્કાર..આપના પ્રતિભાવ જે તે પોષ્ટ રજુ થઈ હોય તેને મળે તે વિચારણીય અને પ્રેરક હોય છે..આપના એક પ્રતિભાવથી પણ જે સંતોષ થાય એ મહામૂલો છે.આપની પ્રતિભા આપના પ્રતિભાવમાં છલકાય જ..આપે આ રચના અને ગાયિકીને વધાવી ખુબ ખુબ આનંદ છે..કવિ એ જીવનમામ જે હાડમારી અનુભવી તે કબિરા રચના માં વ્યકત થઈ છે યુવાન કવિ ‘રાવજી પટેલ’ એવોર્ડ તો તેમને પછી મળ્યો..અવસર સમાન..આપનો પ્રતિભાવ પણ ખુબ જ પ્રેરક લાગ્યો…

  • હા સુરેશભાઈ..આ ગઝલનુમા ગીત..જીવનનના ગહન વેદનાના અનુભવમાં થી કવિ ને મળ્યુ હોય..વિચાર કરી દે તેવું જ છે..આપનો આભાર.

 2. આદરણીય દિલીપભાઈ આદરણીય ચંદ્રેશ મકવાણા ” નારાજ ” ની આ રચના ખુબજ પ્રસંશા ને પાત્ર છે.ખુલમ ખુલી પીઠ મળી છે મારે તેની લાત કબીરા….આજ તો કવિ મિત્ર ની આજ ના ૨૧ મી સદી માં પણ વલોપાત છે જ જીવ હજી એ ઝભા માં છે ફાટી ગઈ છે જાત ખુબજ ટૂંક માં ઘણું કહી જાય છે આદરણીય ચંદ્રેશ મકવાણા જી નો હાર્દિક આભાર સાથે આપશ્રી એ આ અદ્ભુત રચના સેર કરી છે માટે આપશ્રી નો પણ ખુબજ આભાર સુભેછા સહ.

  • શ્રી ભરતભાઈ, સાચે રચના જ ઘણૂં કહી જાય છે..તેમને જ આ રચના મને ભાવથી કરવા આપી અને થઈ શકી..આપ હંમેશા વધાવો છો..તો સર્જન થતું રહે છે

 3. દિલીપભાઈ,

  રાજેન્દ્રભાઈએ ઈમેઈલથી જાણ કરી, અને તરત “ક્લીક” કરી આવ્યો…..

  ચંદ્રેશભાઈની રચનાને તમારા તેમજ રોશનીબેનના સ્વરે, નારાયણભાઈના સંગીત સાથે સાંભળી ખુબ જ આનંદ થયો !

  ચંદ્રેશભાઈએ રચનામાં જે શબ્દો માં “કબીર”ને જોડી, એક “ઉંડો” વિચાર દર્શાવ્યો છે, જેમાં એક “ચેતવણી” પણ છે !

  આ પોસ્ટ વાંચ્યા બાદ….પ્રજ્ઞાજુબેનનો પ્રતિભાવ પણ વાંચી ખુશી થઈ. એમણે જે લખ્યું તેમાં ખુબ જ કહી દીધું છે…અનેક નામો સાથે મારા નામને વાંચી એક ખુશી, પણ હું તો એક “સાધારણ” માનવી રહ્યો…ચાલો, પ્રજ્ઞાજુબેન જેવા મહાન વ્યક્તિને મારા માટે “આવુ” હ્રદયમાં છે તે માટે પ્રભુને પાદ કર્યા !

  એક દિવસ ….દિલીપભાઈ તમારા સહકારે…કંઈક તમારા/મારા વચ્ચે શક્ય થશે જ !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  • શ્રી ચન્દ્રવદનભાઈ, ખુબ આભાર..જરુર સહિયારું સર્જન કરીશું…આપણે સાથે જ છીએ..અને આ પ્રબળ માધ્યમ છે..સર્જનનો પ્રકાશનનો પણ યોગ હોય છે તેમા નિમિત્ત માત્ર બનવાનું ભાગ્ય મળે એ શુભ છે..

  • યુવા કવિમિત્ર અનિલભાઇ, આપે આ રચના સાંભળી અને પ્રતિભાવ આપી બિરદાવ્યા બદલ આભારી છું.આપ તથા ભાવેશભાઈ તથા ચન્દ્રેશ સહકાર આપો છો તે બદલ પણ આભાર.

 4. મિત્રોના મિત્ર દિલીપભાઈ…બહુ જ સરસ રચના છે ચંદ્રેશભાઈની..આપ થકી એ સાંભળી શકી અહોભાગ્ય.. આવું જ સુંદર કાર્ય કરતા રહેશો..આવા સાલસ અને હસમુખા મિત્ર મેળવીને હું રાજી રાજી છું..આવા જ રહેજો..

  • સ્નેહા, આપ પણ યુવાવસ્થામાં જ ખુબ જ ચિનતનાત્મક પ્રેરક લઘુ વાર્તાઓ ફૂલછાબ દિવ્ય ભાસ્કર અને અન્ય સામયિકો દ્વારા સાહિત્યકાર્યમાં સંકળાયેલ વ્યસ્ત દિનચર્યામાંથી આપે કબીરા રચના સમય લઈ સાંભળી ને પ્રતિભાવ આપ્યો તેથી ખુબ આનંદ થયો..મિત્રોના મિત્ર થી मद्भक्ताना य्र भक्ता ते मे प्रियमतां मताः યાદ આવી ગયું…
   http://akshitarak.wordpress.com/
   http://akshitarak.wordpress.com/

 5. રાતને વેદનાથી ભરી દઈને લાંબી કરી મુકે એવી ‘વાત’ રચનાને ભારજલી બનાવી દે છે. દુ:ખની વાત લંબાણથી કરવાની જરુર શી ? ટુંકી ને ટચરક, બસ. પુરતી છે.
  ટૂંકી ટચરક વાત, કબીરા,
  લાંબી પડશે રાત, કબીરા.

  ગરીબીને કે લાચારીને પ્રતીકાત્મકરીતે દર્શાવતી ‘ખુલ્લમખુલ્લી પીઠ’ ને એના પર “જેને પણ મારવી હોય તે મારી શકે” તેવી ‘લાત’ જીવનની એક નગ્ન વાસ્તવીકતા ચીંધે છે.
  ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
  મારે તેની લાત, કબીરા.

  આપણને ક્યાં કંઠ મળ્યો છે,
  જુભૈ નહિ તો ગાત, કબીરા !

  • આપની વાતો મનનિય છે
   પણ
   આપણને ક્યાં કંઠ મળ્યો છે,
   જુભૈ નહિ તો ગાત, કબીરા !
   વાત ન ગમી.
   એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને ગીતના શબ્દો સાથે જો ભાવ ભળે તો અવાજ હૃદયમાંથી નીકળે છે.
   આપ પાસે અમારી જેમ કંઠ ન હોય પણ ભાવ છે અને તમારો અવાજ હૃદયમાંથી નીકળે છે
   તો
   આપણને ભલે કંઠ ન મળ્યો ,
   જુભૈ ગાશે હ્રુદયથી કબીરા !

  • આ.જુગલકીશોરજી..આપને રચના રચના ગમી..પ્રતિભાવ બદલ આભાર..
   પ્રજ્ઞાજુજી…આપ કહો છો જે જાણો છો તે મુજબ વિવિધ ભાવ યુક્ત થૈને જ આ કાર્ય આરંભાય ને પુર્ણ થાય છે..
   એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને ગીતના શબ્દો સાથે જો ભાવ ભળે તો અવાજ હૃદયમાંથી નીકળે છે.
   જ. મુહમ્મદ અલી વફા..આપે મારી ગાયેલ ગઝલ સાંભળિ પ્રોત્સાહન આપ્યુ..

 6. સુંદર ગઝલ..અને દિલીપભાઈ આપનાં અને રોશનીના સુમધુર કંઠે ગવાઈ એમાં ચાર ચાંદ લાગી ગયાં.પ્રજ્ઞાજુબહેન સાથે હું સહમત થાવ છું…આપ ખૂબ પ્રગતી કરો એ જ દુઆ..

 7. મને જોકે બીજો શેર પુરો સમજાયો નથી હો ! સાત મહીનાનો અવસર કયો ?

  છેલ્લો શેર કોઈ વધુ સમજાવે તેવી ઈચ્છા છે.

  ચોથો શેર તો સરસ ચર્ચા ઉભી કરનારો હોઈ એને ચર્ચાની એરણ પર મુકવામાં આવે તો સારું કારણ કે સામાજીક અને રાજકીય–ધાર્મીક લખાણોમાં પાનાં ભરીને કોમેન્ટો છપાય છે જ્યારે કાવ્યની વાત આવે એટલે સૌ ટુંકમાં પતાવે તે ન ચાલે ! આ તો કાવ્ય તરફ અંચઈ કહેવાય.

 8. કાપડ છો ને કાણી પૈનું,
  પાડો મોંઘી ભાત, કબીરા.
  દિલીપભાઈ, કવિમિત્ર ચંદ્રેશ મકવાણાની પ્રસિદ્ધ રચનાને તમારા કંઠે માણીને આનંદ થયો .. કબીરની ખાસિયત એ છે કે જે દળદાર ગ્રંથોમાં હતું તેને તેમણે બે લીટીના દોહાઓમાં સમાવી દીધું. ભાઈ ચંદ્રેશે પણ આ રચનામાં ટુંકી બહેરમાં એ કરી બતાવ્યું છે તે જ તેના કવિકર્મની સિદ્ધિ છે … ફરીથી અભિનંદન.

 9. અમુક રચનાઓ સાચે જ ચીરંજીવી હોય છે. શ્રી દિલીપભાઈ જેવા પરગજુ અને
  કળાપ્રેમીના સંયોગો દ્વારા કેવાં સુગંધી પુષ્પો ખીલે છે એ આ બોલતો ગાતો
  ઈતિહાસ છે. સંત કબરજીની વાણી એ મહામૂલા હિર સમાન છે અને તે
  ભાવ ઝીલી રચાયેલી શ્રી ચંદ્રેશ મકવાણાજીની આ ગઝલ એક ઊંચાઈએ પહોંચાડી દે છે.રોશની બેન અને શ્રી નારાયણખરે સાથે શ્રી દિલીપભાઈએ
  ફરી એક વાર યાદગાર ભેટ આપી છે. ખૂબખૂબ અભિનંદન ત્રિપુટીને અને ગઝલકારને.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. દિલીપભાઇ ,આપ ના આ દિવ્ય કાર્ય ને હૃદય થી આવકારું છું … જે બીજા ને વિકસાવવા માં સહજ ભાવે ભૂમિકા ભજવે છે તે હકીકત માં સાચો વિકસ્યો છે … સલામ ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s