પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે

Dodilpinkflowers2
 

મિત્રો રજુ કરું છું,મારી લીધેલ તસ્વીર સાથે
सा तू परम प्रेमरूपा/ સહજ અભિવ્યક્તિ
પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે 
આંખ આપી નવજીવન દર્શાવતો તે પ્રેમ છે 
આદમીમાં આદમિયત લાવતો તે પ્રેમ છે
દીવડા   કારુણ્યનાં  પ્રગટાવતો તે પ્રેમ છે
અંતરે આનંદ અવિરત આપતો તે પ્રેમ છે
ખાલીપો ના માલીપા અકળાવતો તે પ્રેમ છે
સુર સારેગામાના આલાપતો તે પ્રેમ છે
ગીત ગઈ સૌના દિલ ડોલાવતો તે પ્રેમ છે
તાર અંતરવીણા ના ઝંકારતો તે પ્રેમ છે
ધાઈ અક્ષરની જ માળા જાપતો તે પ્રેમ છે
સર્વનું ચાહે  ભલું ના શાપતો તે પ્રેમ છે
નામ મનગમતું સદા દોહરાવતો તે પ્રેમ છે
નામ તેનું સ્નો ઉપર આલેખતો તે પ્રેમ છે
જાતને સૌથી પ્રથમ જે ચાહતો તે પ્રેમ છે
અન્ય ને નજરોથી ના ઉતારતો તે પ્રેમ છે
જિંદગીના પુષ્પને  ખીલાવતો તે પ્રેમ છે
ભેદભાવો  સરહદોને તોડતો તે પ્રેમ છે
ખુશ્બુ ચારિત્ર્ય ની મહેકાવતો તે પ્રેમ છે
આજ કે ના કાલગણના પુરતો તે પ્રેમ છે
કોઈ પણ કારણ વગર જે થઈ  જતો  તે પ્રેમ છે
ચેતનાને  સત્વ થી  અજવાળતો તે પ્રેમ છે
પ્રેમીના પ્રતિસાદ દઈ  વર્ષાવતો તે પ્રેમ છે
ચેહરાની આભા થઇ ચમકાવતો તે પ્રેમ છે
અક્ષરી આકાશને અજવાળતો તે પ્રેમ છે
મૌન માં મુખરિત થઈને બોલતો  તે પ્રેમ છે
આજીવન ઝળહળ થઇ પ્રકાશતો તે પ્રેમ છે
સૂર્યની તેજસ્વીતાને આંજતો  તે પ્રેમ છે
ચાંદની શીતળતા  હૃદયે ધારતો તે પ્રેમ છે
શાપતો તરછોડતો ના આપતો તે પ્રેમ છે
માપતો ના કાપતો ના  જોડતો તે પ્રેમ છે
દર્પણે દિલના હમેશા ઝંખતો તે પ્રેમ છે
 પુજતો ને પોષતો સંભાળતો તે પ્રેમ  છે

જે કરુણાભીની નજરે ભાળતો તે પ્રેમ છે

 પ્રાત:કાળે આશથી ઉઠાડતો તે પ્રેમ છે

ગોંદ માં લઇ બાળને  સુવાડતો તે પ્રેમ છે
મોતને હસ્તે મુખે સ્વીકારતો તે પ્રેમ છે
સાત સાગર સહેજમાં જે તારતો તે પ્રેમ છે
ભક્તને અમૃતરસ પીવડાવતો તે પ્રેમ છે
સ્વપ્નમાં  આતંક ના વર્તાવતો તે પ્રેમ છે 
સર્જનોને  સૃષ્ટિના  શણગારતો તે પ્રેમ છે 
 
-દિલીપ ગજજર
 14.2.2013

12 thoughts on “પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે

 1. શ્રી દિલીપભાઈ
  ખુશ્બુ ચારિત્ર્ય ની મહેકાવતો તે પ્રેમ છે

  આજ કે ના કાલગણના પુરતો તે પ્રેમ છે

  કોઈ પણ કારણ વગર જે થઈ જતો તે પ્રેમ છે

  ચેતનાને સત્વ થી અજવાળતો તે પ્રેમ છે

  પ્રેમીના પ્રતિસાદ દઈ વર્ષાવતો તે પ્રેમ છે

  વાહ! આપની આ ગઝલ ચીર સ્મરણીય રહે એટલી સુંદર બની છે. ખૂબ જ મનનીય અને પ્રેમના સકળ સ્વરૂપોને આપે ઝીલ્યા છે અને

  ઉત્તમ સ્વરૂપે , આજે ભેટ ધર્યા છે. કબીરજીના ‘ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય’ ની વાત આપે શબ્દ દેહે અત્રે

  ઉજાગર કરી , સાહિત્યને એક ઉમદા કૃતિ હૃદયને ભાવાનંદમાં રમાડે એવી રીતે રચી છે.ખૂબ જ ગમી ગઈ આ ગઝલ.

  ખૂબખૂબ અભિનંદન…શ્રી દિલીપભાઈ…Bravo

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. સૂર્ય ની તેજસ્વીતા ને આંજ તો તે પ્રેમ છે ચાંદની ની શીતળતા હ્રદયે ધારતો આ પ્રેમ છે પ્રેમ ની ખરી વ્યાખ્યા આપ શ્રી એ અહિયાં પીરસી છે ખુબજ પ્રેમ થી બનાવેલી આ રચના દરેક પ્રેમીઓ ના હૃદય માં મહેકી રહી છે। શુભેછા સહ આભાર

 3. પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે,
  અક્ષરી આકાશને અજવાળતો તે પ્રેમ છે.
  મૌનમાં મુખરિત થઈને બોલતો તે પ્રેમ છે
  કોઈ પણ કારણ વગર જે થઈ જતો તે પ્રેમ છે..
  વાહ દિલીપભાઈ, ક્યા બાત …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s