મિત્રો, વિલિયમ્સ અને કેટ ના રોયલબોયની જન્મ શુભેચ્છારુપે એક કાવ્ય શેર કરુ છું..
જન્મ; ૨૨ જુલાઈ ૧૩, નામઃ જ્યોર્જ એલેક્ઝાંડર લૂઇ
અવસર એક ઉજવાયો !
ક્ષીરસાગરમાં સૂતો સરતો થેમ્સ કાંઠે આવ્યો !
આમ છતાંયે ખાસ બનીને રોયલ બાબો આવ્યો !
સીટિ ક્રાયરે પોક મૂકીને સંદેશો ફેલાવ્યો
બકીંઘામ પેલેસ દ્વારે લેખિત દર્શાવાયો
નૌકાદળમાં પાયદળમાં પરેડ પણ યોજાઈ
એકતાળીશ તોપો ગર્જી સલામીઓ દેવાઈ
રાણીબાં ને પ્રિન્સ વિલિયમ્સ કેટ બહુ હરખાયાં
લંડન શ્હેર ને યુકેભરમાં તોરણ ધ્વજ લહેરાયાં
બકીંઘામના મ્હેલમાં રહેવા દ્વારો આજે ઉઘડ્યાં
નવઆગંતુક રાજકુંવરના પગલાઓ ત્યાં પડ્યા
જ્યોર્જ એલેક્ષઝાંડ્ર લુઈ નામે ઓળખાયો
કેમ્બ્રીજ ગાદીનો વંશજ રાજ્કુંવર કહેવાયો
તે રાત્રીએ વાજગીજ સહ ગર્જના સંભળાઈ
પૂર્ણિમાની ઉજળી રાતે ચાંદની જો ફેલાઈ
આ દિવસના જન્મ પામી જે જે બાળક આવ્યા
ભેટ દેવા ચાંદી સિક્કા તેઓ કાજ ઘડાવ્યાં
આન બાન ને શાનથી લોકોએ ખૂબ વધાવ્યો
બ્રિટનની ધરતીને આંગણ અવસર એક ઉજવાયો !
Dilip Gajjar, Leicester. UK
ખુબજ ઉમદા રચના દ્વારા આપ શ્રી એ રોયલ બાબા ની વધામણી આપી છે શુભેછા સહ હાર્દિક આભાર .
જ્યોર્જ એલેક્ષઝાંડ્ર લુઈ નામે ઓળખાયો
કેમ્બ્રીજ ગાદીનો વંશજ રાજ્કુંવર કહેવાયો
Ek Ghatana !
Ek Sundar Rachana.
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Thanks..Chandravadanbhai..malishu..
saras rachana congrats prince …and princess ….
Thanks…Sapnaji..