તારી શાન ત્રિરંગા-શ્રી રમેશભાઈ પટેલ ‘આકાશદીપ

પ્રિય મિત્રો, દરિયાપાર વસી ગુર્જરી મ્હેંકાવતા અને દેશ ભક્તિના ભાવો છલકાવતાં,
શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું ગીત રજુ કરું છું. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’
આપ સહુને પ્રજાસત્તાક દિન ના અભિનંદન.
સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

શ્રી દિલીપભાઈ
જય યોગેશ્વર.
આપની આજની આ ઈ મેલ , મારા માટે યાદગાર સંભારણું બની રહેશે.
આપે ખૂબ જ રસ લઈ , સાહિત્યિક મિત્રોને એક ભેટ ધરી છે અને તેમાં
મને સહભાગી બનાવી આભારી કર્યો છે તે બદલ ખુશી વ્યક્ત કરું છું.
રાષ્ટ્ર સન્માનના આ ગીતને ,શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશની શેલતનો
સ્વર મળ્યો અને ખૂબ જ નિષ્ણાત શ્રી નારાયણ ખરે, સંગીત ક્ષેત્રના તજજ્ઞના હસ્તે રેકોર્ડીંગ , એ સોનામાં સુગંધ જેવું છે. આપ સૌનો , કેલિફોર્નીઆ અમેરિકાથી , અમારા ઈન લેન્ડ એમપાયર , રીવર સાઈડ કાઉન્ટી સાહિત્ય સૌજન્ય મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન. આપે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે તેને પ્રથમવાર
બ્લોગ પર મૂકવાનું આયોજન કર્યું , એ ખૂબ જ પ્રાસંગિક અને ગૌરવવંતું લાગ્યું.
આપના તથા સૌ તજજ્ઞ મિત્રોના સવિશેષ આભાર સાથે આભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.

-દિલીપ ગજજર

एक झलक जिसने भी पायी आपकी

दोस्तों पेश करता हम एक ताज़ी ग़ज़ल और तस्वीर,
आपके प्रतिभाव की प्रतीक्षा सह….

एक झलक जिसने भी पायी आपकी
जिंन्दगी  कैसे जीये आरामकी
जो कला पहुचे नही उनके कदम
खाख है ऐसी कला बस नामकी 


लोग कहते है मुहब्बत है हमें
है बला बर्बाद, है क्या कामकी 

रातका तारा तू सपना भोर का
तू सुबह मेरी शफक तू शामकी 

मेंरी नझरो से उन्हें देखे कोई
क्या पड़े उनको जरूरत जामकी 

ख़ुदकुशी हो गई ख़ुशी ना पाई तो,
बात हमने ख़ास की ना आम की

प्यार से पायी ये हमने ज़िन्दगी
प्यारने ही ज़िन्दगी तम्माम की 

रात तकती राह, मिलने आयेगा
ज़िन्दगी ‘दिलीप’ तेरे नाम की 

-दिलीप गज्जर 

વર્ષ બેઠું બાર હર્ષ !

પૂંછડી દબાવી ચાલ્યા નવ દશ અગ્યાર છે
મોતીડાં નો થાળ લઈ નવવર્ષ આવે બાર છે
જે અનુભવનુ મળ્યું ભાથુ ને મિત્રો માર્ગમાં
સૌ નવીનતાને દિલીપ સત્કારવા તૈયાર છે
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧

કોણ રોકી દે સમય ? ને કોનાથી કહેવાય બસ ?
બે હજાર અગ્યાર સરક્યું વર્ષ બેઠું બાર હર્ષ !

રોજ સૂરજ આવતો અજવાળવા અંઃતકરણ
કેટલું દેવત્વ પામ્યો કેટલું કાઢ્યું તમસ !

કઈ દિશા ને માર્ગ પર ચરણો ગતિ કરતાં રહ્યાં ?
ક્યા જીવન આવી ઉભું વિચાર કર બુધ્ધિને કસ !

આશ રાખી માનવી પર આજ્તક જોતો હશે
ઉચ્ચ હેતુ ઈશનો સમજાય તો કેવું સરસ !

સ્નેહ વર્ષા અવગણીને ગાળ ભાંડે જો નગર
મીટ માંડી રાહ જોતા ગામડે જઈને વરસ !

જ્યારથી તારી છબી આ દિલના દર્પણ માં મઢી
શોધ લાગે પૂર્ણ થઈ ના સ્વપ્ન મૃગજળ કે તરસ

ભોગના પ્રવાહમાં તું રાતદિન ભીંજાય પણ
વિપરિત સમાજના રિવાજની સામે ય ધસ !

વ્યર્થ જાયે જો જીવનની સાધના આનંદ ના,
કોઈ સૂની ધડકનોમાં પ્રીતનું થૈ ગીત વસ

આજ પણ મા ગુર્જરી ને સંસ્કૃતી રુંધાય છે
એટલે સંગીતને સાહિત્ય માં દિલીપ ને રસ
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧

વિના કોઈ કારણ !

ફુલો દેશ પરદેશ ખીલતાં રહેશે…..
ને મારે ય ખીલવું વિના કોઈ કારણ !
મળે જો સગડ કઈ પ્રભુના તો કહેજો
છે  મારે ય મળવું વિના કોઈ કારણ !
દિવાળી કે ક્રિસમસ ભલે ઈદ આવે,
બની મિત્ર ભળવું વિના કોઈ કારણ !
ભળે સ્વર તરંગ જ્યાં જમાવી દે મહેફિલ
પ્રણયગીત ગાવું વિના કોઈ કારણ !
જીવનસાધનાનું નથી ફળ છે ગમ શું ?
જીવન તોય જીવવું વિના કોઈ કારણ !
ખરા ભક્ત હૃદયને બનાવી દે મંદિર
હ્રુદય તારા વસવું વિના કોઈ કારણ
પ્રભુ સૃષ્ટિમાં તવ મજા છે સજા ના
જીવન આ ઉજવવું વિના કોઈ કારણ !-દિલીપ ગજજર
૨૨ ડિસે.૨૦૧૧ યુ.કે
This recent Photo taken and edited by my myself during my India’s vist.

મુક્તક સપ્તક


एकम सांख्यं च योगं च
यः पश्यति सः पश्यति-कृष्ण
મિત્રો,
પ્રથમ ઈમેજના કેન્દ્રમાં જે લાલ બિંદુ છે તે એકાગ્ર થઈ ધ્યાનથી જુઓ તો
પ્રથમ બ્લ્યુ સર્કલ દેખાશે પછી વિલીન થઈ જશે અને પુનઃ બ્લ્યુ સર્કલ દેખાશે
આ તો જાણે આ મેજીક ઈમેજની દાર્શનિક કમાલ....પણ,
આજ જાણે કે સાધક કે ઉપાસકને મન પ્રથમ દ્વૈત અને અદ્વૈત અને પુન દ્વૈત...ની રમત
ભ્ક્ત અને ભગવાન જીવ અને શીવ રમતા ન હોય !!
ઉપાસના/ધ્યાનથી ઘણુંબધું શક્ય થાય છે, સમજણ જાગી જાય છે અંતરની
અને ભેદ ચાલ્યા જાય છે મારા તારાના,ધર્મના, સર્વના...
ગરબો પણ આજ વાત નો સૂચક છે કેન્દ્રમાં તુ છે ગરબારુપે ચૈતન્યમયી માતૃરુપી મહેશ્વરી મા
અને પરિધ પર અમે જીવનના વર્તૂલાકારે સંવાદિત બની હારબંધ
એક તાલે ન્રુત્ય કરીએ તને આરાધીએ..
તો હું નુ વિલીનીકરણ થાય ને કફ્ત તું જ મધ્યમાં રહે !
શું આ જ અધ્યાત્મનું રહસ્ય નથી ?

મિલન તારુ ને મારુ લાગે મધુરું
છે અદ્વૈતે આનંદ ના કંઈ અધુરું
અગર કેન્દ્ર મારું त्वमेकं રહે તો
જગત શોભી ઊઠે ભલું ના બુરું છે
*******

છે છીછરું સુખ, દુઃખ ઘડે, આહો હવે ભરતા નથી
આનંદના દ્વારો ઊઘડતા આપણે રડતાં નથી
છે પ્યાર, પ્રકૃતિ પ્રભુ ને મિત્રતા સંગાથમાં,
સ્વાર્થી સગાનો સંગ કંઈ સમજુ જનો કરતાં નથી
*******
तु बनकर यार फिर आयी खुशी पाई जझाकल्लाह
खीले है गुल खीजांमे भी बहार आई जझाकल्लाह
कीया है प्यार तुने पाया क्या मे कुछ नही जानुं
सिवा ईसके कहु मै क्या तु ही छाइ जझाकल्लाह
*******

નાના નાના કારણ દિલડાં જોડે છે
નાના નાના કારણ દિલડાં તોડે છે
કંઈ ખૂટે, રૂઠે, તૂટે કઈ છુટે તો ,...
નાના નાના કર પ્રભુને જોડે છે !
*******

નામ તો ચારે તરફ વંચાય છે
મિત્રતા કયા સર્વથી બંધાય છે
ભૂલથી પણ વાંચીને ઈમેઈલને
જન્કમાં નાખી તે અપસેટ થાય છે !
*******

એક તરફી પ્યાર પણ રહેતો નથી
અન્ય કોઈ યાર પણ રહેતો નથી
જિન્દ્ગી ત્યારે બને છે યંત્રવત,
જિન્દગીમાં સાર પણ રહેતો નથી
*******

મિત્રતા અનમોલ એવું રત્ન છે
ભીડ્માં પણ ક્યાં કદી ખોવાય છે ?
ચિત્ર કેવું દિલમાં દોરી જાય છે
જિન્દગીભર મિત્ર ના ભૂંસાય છે

-દિલીપ ગ્જ્જર

मौत एक कविता बनेगी

एक दिन हमतुम मिलेंगे तुम फिकर करना नहीं 
फूल कांटोमे भी खिलते आह तुम भरना नहीं

क्या अभी करती हो तुम मै गीत गाता सोचता, 
खुश रहेना तुम सदा उदास मन करना नहीं 

प्यार के तेरे सहारे झिन्दगी ये जा रही 
भर दिया दिलका ये सागर और कुछ भरना नहीं

रागद्वेषो के झहर, यमुना विषैली हो गई
विश्वमें मानव्यता सा कोई भी झरना नहीं

प्यार देना प्यार लेना, प्यार से जग देखना
हो सके इन्सान बनना और कुछ करना नहीं

ध्यान है तो है सभी कुछ, घ्यान ना तो कुछ नही
तु जो है तो है सभी कुछ, और कुछ स्मरना नही

कोई भला बुरा समझता कोई दिवाना दंभी पर
बंदे से कहता खूदा परवाह तुं करना नहीं

इस जमीं पर हो न हो तु कल्पनाकी है परी !
यह कविकी कल्पनाका ध्यान कुछ धरना नहीं

झिन्दगी को पानेकी किंमत दिलीप पहचान ले,
मौत एक कविता बनेगी मौत से डरना नहीं
-दिलीप गज्जर

અમને ગમે છે…

મિત્રો આપ સમક્ષ રજુ કરું છું, 
મારા અંતરભાવો ને  ચિત્ર દ્વારા કાવ્ય દ્વારા અને કેલીગ્રાફી દ્વારા આપના પ્રતિભાવો ની આશા સહ…

તમે થાવ મશહૂર અમને ગમે છે 

મધુર છેડતા સૂર અમને ગમે છે 
તમારી ઉપસ્થિતિ તહેવાર લાવે 
હૃદય ભાવ ભરપૂર અમને ગમે છે 
*******
તમે થાવ છો દૂર અમને ગમે ના 
બની જાવ મજબૂર અમને ગમે ના 
સમયની સીમા સૌ તજી આવતા ‘તા 
અગર થાવ મગરૂર અમને ગમે ના 
દીપક મિત્રભાવો ના સંકોરતા ‘તા 
રિસાઈ બનો ક્રૂર અમને ગમે ના 
તમારા વિના સૂની બંસી ને મહેફિલ  
થતા સપનાંઓ ચૂર અમને ગમે ના 
સ્વરો ને તરંગોની દરિયાવ  લહેરો 
ઉમંગો વગર ઊર અમને ગમે ના 


ઇદની ખુશીઓ મનાવીએ

મુસ્લીમ ભાઈઓને ઈદ મુબારક.. સાથે કવિમિત્ર હારુન પટેલની ગઝલ રજુ કરું છું 

મતભેદ વેરઝેરને દિલથી ફગાવીએ 

ભેગા મળીને ઇદની ખુશીઓ મનાવીએ 
અત્તર ફક્ત આ દેહ, ને કપડા ઉપર નહીં 
દિલમાં સુવાસ લઇ અને મસ્જીદમાં આવીએ 
બીજાને અગર ખુશ કરી શકીએ ન તો પછી 
એ પણ ઘણું છે કોઈને પણ ના સતાવીએ
મિત્રો છે ઇદુલ ફિત્ર નો સંદેશ એટલો 
રડતાના આંસૂ લુછીને એને હસાવીએ
બીજાના ઈશારાઓ ઉપર નાચતા રહ્યા 
ચાલો ઈશારે આપણાં એને નાચાવીએ 
માં બેન દીકરીઓની ઈજ્જત લુંટાય છે 
કાયરપણું  છે આપણું મોઘું છુપાવીએ 
સાચું પૂછો તો એની કૃપાઓ અપાર છે 
છે બેસુમાર નેઅમતો કંઈ કંઈ ગણાવીએ 
વાતોના લાખ  બણગાઓ  ફૂંકવાથી શું વળે ?
ઉન્નત જીવન જીવી જગતને બતાવીએ 
સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે 
ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ
હારુન પટેલ ,બોલ્ટન 


मै जैसा भी होता हूँ, उसको अच्छा लगता हूँ

मै जैसा भी होता हूँ 
उसको अच्छा लगता हूँ 
मै कांटोमे रहता हूँ 
जंगल में भी खिलता हूँ 
तुज़को मिलते ही मिलते  
मै खूदको भी मिलता हूँ  
मै और तू भी एक उसीके 
सबको अलग क्यों दीखता हूँ ?
तेरे प्यारकी खुश्बो से 
मन मधुबन महेंकाता  हूँ 
जाँ भी तुं इमाँ भी तुं  
तेरा अमृत पाता हूँ 
और नही कोई  हसरत है 
जिस पल तुज़को  पाता हूँ  
भारत माँ का बेटा हूँ 
ना पैसोमें बिकता हूँ 
मै ना हिन्हू या मुस्लिम 
मै इंसान कहलाता हूँ 
सपना टूटा अच्छा है 
सपनों से क्या पाता हू ?
जीवनमे जो कुछ पाया 
गीत उसीके गाता हूँ 
कितना हूँ मै खुशनसीब 
प्यार प्रभुका पाता हूँ 
मेरा क्या है जो लिख्खु 
सुनाये तू वो  लिखता हूँ 
-दिलीप गज्जर२७ अगस्त २०११ 

गीतगुंजन मे प्रस्तूत करता हुं, मै पल दो पल का शायर हूं.

બહેન ભાવની છે

भात्रूस्नेहेन ्त्वम स्नीग्धा भात्रू गौरव कांक्षिणी I
भक्तिस्वरुपीणी  साक्षात भगिनि त्वां नमाम्यहम II ભાવાર્થઃ ભાઈનો સ્નેહ જેનામાં ભરપૂર છે અને હંમેશા જે ભાઈનું ગૌરવ વાંછે છે એવી સાક્ષાત ભક્તિસ્વરુપીણી બહેન તને હું વંદન કરું છું

સ્ત્રી તરફ ઉન્નત નજરથી જોવું સદવિચાર છે 

રાષ્ટ્ર સામે ભોગથી જોવું તે ભ્રષ્ટાચાર છે 

ત્યાગ યા તો ભોગ ને સ્થાને સમર્પણ ભાવ હો 

એ જ તો ભક્તિ અને વિકાસનો આધાર છે 

Ghazal

હજારોમાં છે તું  બહેન ભાવની છે

શીતલ ચંદા કેરી શીતલ ચાંદની છે 

રહી પંકમાં પણ ખીલે જેમ નલીની 

વહે ગંગ સમ  તે જગત પાવની છે 

શુભાશિષ વહાવે એની બેય આંખો 

મધુરરસ સુધારસ સદા પાયીની છે 

સદા ભાઈ કાજે દિલે ભાવ ભરતી 

હરિરસના સતસંગની દાયિની  છે

ભલુ ભાઈનું તું તો ચાહે છે હરદમ
તને જોતા લાગે મૂરત ત્યાગની છે

દુરિતને પલકમાં તે પલટાવી નાંખે
બહેન મારી સાત્વિક સ્વભાવની છે

એની રક્ષામાં સ્નેહ સાચો દિશે છે 

દિલીપભાઈની પ્રેરણાદાયિની છે 

-દિલીપ ગજજર
રક્ષાબંધન, શ્રાવણી પૂર્ણિમા  ૧૩.૮.૨૦૧૧
http://geetgunjan.wordpress.com/
Celebrating Spirit of Independence,…Hum Hindustani
with SWAR TARANG’s 8 singer togather !